Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદમાં સસ્પેન્ડ થયેલા સ્ટીવ સ્મિથે કર્યા પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન, શેર કર્યો આ સુંદર ફોટો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાના નંબર 2 બેટ્સમેન સ્ટીવ સ્મિથે શનિવારે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. Today I got to Marry my best friend. What an absolutely incredible day. dani_willis looked unbelievably beautiful https://t.co/jp0523UBtw — Steve Smith (@stevesmith49) September 15, 2018   સ્મિથ અને તેની ગર્લફ્રેન્ડ ડેની વિલિસે આજે એટલે કે ૧૫ સપ્ટેમ્બરના […]

Top Stories Sports

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાના નંબર 2 બેટ્સમેન સ્ટીવ સ્મિથે શનિવારે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે.

 

સ્મિથ અને તેની ગર્લફ્રેન્ડ ડેની વિલિસે આજે એટલે કે ૧૫ સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના Southern highlands માં લગ્ન કર્યા છે.તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક મેડલ સમારંભમાં બંનેએ લગ્ન કરી લેવાની ઘોષણા કરી હતી.

https://www.instagram.com/p/Bnvbq7FB8sL/?taken-by=steve_smith49

સ્ટીવ સ્મિથે પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં તેના લગ્નનો ફોટો શેર કરીને લોકોને ખુશખબરી આપી છે. સ્મિથે વેડિંગ ડ્રેસમાં ફોટો શેર કરતા લખ્યું છે કે ‘ આજ મેં મારી બેસ્ટફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. આ ખુબ શાનદાર દિવસ છે. ડેની આજે ઘણી સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે આ કપલે જુલાઈ ૨૦૧૭માં સગાઇ કરી હતી. સ્મિથે ડેનીને ન્યુયોર્કના Rockefeller Centreમાં પ્રપોઝ કર્યો હતો.

https://www.instagram.com/p/Bgfps0wFHzJ/?taken-by=dani_willis

https://www.instagram.com/p/BgPqj_HFY-I/?taken-by=dani_willis

https://www.instagram.com/p/BdHikG_lmlP/?taken-by=dani_willis

આ બને કપલ પોતાના ફોટા ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં ઘણી બધી વખત શેર કરતા હોય છે.

જુઓ આવી લાગે છે સ્મિથની પત્ની ડેની વિલિસ

https://www.instagram.com/p/BanhPf9lHjn/?taken-by=dani_willis

https://www.instagram.com/p/BV5bigZlcgI/?taken-by=dani_willis

https://www.instagram.com/p/BQ1xTajBXtG/?taken-by=dani_willis

https://www.instagram.com/p/BgK0vh0F6gy/?taken-by=dani_willis

https://www.instagram.com/p/BfFkNCoFhwR/?taken-by=dani_willis

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથ અને વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરે રાજીનામું આપી દીધું હતું. જો કે ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ અંગે વધુ કાર્યવાહી કરતા સ્મિથને વધુ એક ઝટકો આપ્યો હતો . ICC દ્વારા સ્ટિવન સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેમજ મેચ ફી ના ૧૦૦ % દંડ પણ ફટકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં સ્મિથ, પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટને બોલ ટેમ્પરિંગ માટે દોષિત સાબિત થયા હતા. આ ઘટનાની તપાસ બાદ સ્મિથ તથા વોર્નર પર 12 મહિનાનો પ્રતિબંધ અને બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.