Stock Market Open on Id-E-Milad 2026 News: આજે 26 ઓગસ્ટ 2026ના રોજ દેશભરમાં ઈદ-એ-મિલાદ (Id-E-Milad) નો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પયગંબર મુહમ્મદના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાં ઘણા બેંકો અને સરકારી કચેરીઓમાં રજા છે. પરંતુ શેર બજારના રોકાણકારો માટે સૌથી મોટો સવાલ એ છે કે શું આજે શેર બજાર ખુલશે કે બંધ રહેશે?
ભારતીય શેર બજારમાં સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર સુધી ટ્રેડિંગ થાય છે અને શનિવાર-રવિવારે બજાર બંધ રહે છે. જોકે, કેટલાક તહેવારો અને ખાસ દિવસોએ પણ બજારમાં રજા જાહેર કરવામાં આવે છે. ત્યારે આજે ઈદ-એ-મિલાદના(Id-E-Milad ) દિવસે શેર બજારની સ્થિતિ શું છે, તે જાણીએ.
શેર બજાર આજે ખુલશે કે બંધ?
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંનેની આધિકારિક રજા કેલેન્ડર મુજબ, 26 ઓગસ્ટ 2026ના રોજ ઈદ-એ-મિલાદના(Id-E-Milad ) દિવસે શેર બજાર ખુલ્લું રહેશે. આજે સામાન્ય દિવસોની જેમ જ ટ્રેડિંગ થશે. જોકે, આજે ટ્રેડિંગ ચાલુ રહેશે, પરંતુ ક્લિયરિંગ અને સેટલમેન્ટ પ્રક્રિયા સ્થગિત રહેશે. એટલે કે, રોકાણકારો આજે શેરોની ખરીદી અને વેચાણ કરી શકશે, પરંતુ તેનું સેટલમેન્ટ આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટ (ગુરુવાર)ના રોજ થશે. આમ, સરળ ભાષામાં કહીએ તો, ઈદ-એ-મિલાદના દિવસે શેર બજાર ખુલ્લું રહેશે અને ટ્રેડિંગ થશે, પરંતુ સેટલમેન્ટની પ્રક્રિયામાં રજા રહેશે.
શું રક્ષાબંધન પર બજાર બંધ રહેશે?
28 ઓગસ્ટ 2026ના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. ઘણા લોકોના મનમાં સવાલ છે કે શું આ દિવસે શેર બજાર બંધ રહેશે? આનો જવાબ છે – ના. રક્ષાબંધનના દિવસે પણ શેર બજાર ખુલ્લું રહેશે અને ટ્રેડિંગ થશે. રોકાણકારો આ દિવસે પણ શેરોની ખરીદી અને વેચાણ કરી શકશે.
શેર બજારમાં આગળની રજાઓ ક્યારે છે?
શેર બજારમાં શનિવાર અને રવિવારે તો રજા રહે જ છે, પરંતુ તહેવારો(Id-E-Milad ) અને અન્ય ખાસ દિવસોએ પણ બજાર બંધ રહે છે. આગામી દિવસોમાં શેર બજારમાં નીચે મુજબની રજાઓ રહેશે:
14 સપ્ટેમ્બર 2026: ગણેશ ચતુર્થી
2 ઓક્ટોબર 2026: ગાંધી જયંતિ
20 ઓક્ટોબર 2026: દશેરા
10 નવેમ્બર 2026: દિવાળી (બલીપ્રતિપદા)
24 નવેમ્બર 2026: પ્રકાશ પર્વ શ્રી ગુરુ નાનક દેવ
25 ડિસેમ્બર 2026: ક્રિસમસ
આ દિવસોએ શેર બજાર બંધ રહેશે અને કોઈ ટ્રેડિંગ થશે નહીં.
બજારે મંગળવારે કેવી કમાઈ કરી?
મંગળવારે શેર બજારમાં તેજી જોવા મળી હતી અને બજાર ઉછાળ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ લગભગ 287 અંક (286.98 અંક) અથવા 0.37 ટકા વધીને 77,656.09 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 0.48 ટકા એટલે કે 115.50 અંક વધીને 24,334.55 પર બંધ થયો હતો.
આ પણ વાંચો:રક્ષાબંધન પર Namo Bharat Train: દર 8 મિનિટે મળશે ટ્રેન, 47 Extra Trips થી મુસાફરોને મોટી રાહત
આ પણ વાંચો:E20 Petrol: ગુણવત્તા અંગે સરકારનો મોટો નિર્ણય, Chloride Limitને ફરજિયાત બનાવવાની તૈયારી
આ પણ વાંચો:કેન્દ્ર સરકારના 80 મંત્રાલયો અને વિભાગોમાં 8.24 લાખ પદ ખાલી, 10 વર્ષમાં ડબલ વધારો
