Gujarat News/ આવતી કાલે ધો.10નું પરિણામ થશે જાહેર, વ્હોટ્સએપ અને બોર્ડની વેબસાઈટ પરથી જાણી શકાશે

આવતી કાલે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વ્હોટ્સએપ પરથી જાણી શકાશે.

Gujarat Top Stories Others Breaking News

gujarat news ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યાના રોજ જાહેર કરાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકશે. 27 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજવામાં આવી હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.

ધોરણ 10નું રિઝલ્ટ

બુધવાર 8મી મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર નાખીને મેળવી શકશે. આ ઉપરાંત વોટસએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર સેન્ટ કરીને પરિણામ જાણી શકાશે

ધો.12 અને ગુજકેટનાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ધોરણ 12 સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 93.07 ટકા પરિણામ જાહેર થઈ ગયા છે. સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0 ટકા વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14 ટકા પરિણામ વધુ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી

આ પણ વાંચો:આવતીકાલે ગુજરાતનાં કેટલા શહેરમાં અને કેટલા વાગે યોજાશે મોકડ્રીલ જાણો

આ પણ વાંચો:ગુજરાતના સંવેદનશીલ બોર્ડર એરિયામાં મોકડ્રીલનો આદેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક