Gujarat Weather: ગુજરાતના ખેડૂતો માટે હાલ માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સારો વરસાદ થવાની રાહ હજુ યથાવત રહેવાની છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ શકે છે. હવામાનમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા હોવાથી બફારો વધુ અનુભવાઈ શકે છે.
આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 30થી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસા દરમિયાન વરસાદી ઝાપટાં સાથે ઉકળાટ પણ લોકોને પરેશાન કરી શકે છે.
હવામાન વિભાગે હાલ રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ભારે વરસાદની શક્યતા ન હોવાથી ખેડૂતો અને નાગરિકોએ આગામી દિવસોમાં મોટા વરસાદની રાહ જોવી પડી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હળવા વરસાદની આગાહી
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ, 26 ઓગસ્ટ સુધી આગાહી
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય
