Not Set/ ગાંધીનગર : રાજ્ય સરકારે કેટલાક હોદ્દાઓને નિશ્ચિત IAS કેડર સમકક્ષ જાહેર કર્યા

ગાંધીનગર, ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારની કંપનીઓના કેટલાક હોદ્દાને નિશ્ચિત આઇ.એ.એસ. કેડર (અધિક સચિવ, સંયુક્ત સચિવ અને નાયબ સચિવ) સમકક્ષ ગણવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ સરકારી કંપનીઓના કેટલાક હોદ્દાઓને નિશ્ચિત આઈ.એ.એસ. (અધિક […]

Top Stories Gujarat Trending

ગાંધીનગર,

ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારની કંપનીઓના કેટલાક હોદ્દાને નિશ્ચિત આઇ.એ.એસ. કેડર (અધિક સચિવ, સંયુક્ત સચિવ અને નાયબ સચિવ) સમકક્ષ ગણવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ સરકારી કંપનીઓના કેટલાક હોદ્દાઓને નિશ્ચિત આઈ.એ.એસ. (અધિક સચિવ, સંયુક્ત સચિવ અને નાયબ સચિવ)ની સમકક્ષ ગણવામાં આવશે તેમ જણાવાયું છે. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. મહેસાણાના મેનેજીંગ ડિરેકટર, ગાંધીનગર મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર,કમિશનર ઓફ મ્યુનીસિપાલિટિઝ, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર અને પ્રાથમિક શિક્ષણ નિયામક ઉપરાંત રાહત નિયામકના હોદાને અધિક સચિવ સમકક્ષ ગણવામાં આવશે.

જયારે ડી-સેગના ચીફ એકઝ્યુકીટીવ ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર, અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટના મેનેજીંગ ડિરેકટરના હોદાને સંયુક્ત સચિવ સમકક્ષ ગણવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિ. ગાંધીનગરના હોદાને નાયબ સચિવ સમકક્ષ ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.