ન્યુ દિલ્લી,
નાણા મંત્રી પીયુષ ગોયલે આજ સંકલ્પ લીધો છે કે ડૂબેલા કર્જા અને ઘોટાળાઓની માર સહન કરી રહેલા ઘરેલું બેન્કિંગ સેક્ટરને જલ્દ જ ટ્રેક પર લઇ જવામાં આવશે. કારણ કે આ ગડબડીઓનો અસર વાસ્તવિક અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે. ગોયલે સાર્વજનિક બેન્કોના પ્રમુખો સાથે બેઠક કરીને આ વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની તબિયત અસ્વસ્થ હોવાના કારણે ગોયલને થોડા સમય માટે નાણા મંત્રાલયનો હવાલો સોપવામાં આવ્યો છે. અરુણ જેટલી કીડની ટ્રાન્સપ્લાન્ટ બાદ અત્યારે તબીબી આરામ હેઠળ છે.
ગોયલે જણાવ્યું છે કે, અમે આ સુનિશ્ચિત કરશું કે બેન્કિંગ ઉદ્યોગની સુવ્યવસ્થિત રીત દ્વારા વૃદ્ધિ કરી શકે. તેમણે જણાવ્યું છે કે સાર્વજનિક ક્ષેત્રની બેંકો પાસેથી ઉચ્ચતમ સ્તરની સલાહ અને જવાબદારીની અપેક્ષાઓ રાખી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે જેટલીજી ની તબિયતમાં સુધાર આવી રહ્યો છે. કાલ મને તેમની સાથે વાત કરવાનો અને સહ્લાહ લેવાનો અવસર મળ્યો હતો. તેમણે મને અમુક બાબતો જણાવી છે જેનાં પર હું અત્યારે કામ કરી રહ્યો છું.
વિત્ત મંત્રીએ જણાવ્યું છે કે અમારો પહેલો પડકાર બેન્કિંગ ક્ષેત્રને પગભર કરવાનો વિચાર છે, અને એ વિરાસતથી છુટકારો મેળવવાનું છે જે અમારી સરકારને 2014 માં મળી હતી. વિરાસતથી તેમનો અર્થ સપ્રંગ સરકારના સમયે અજીબોગરીબ રીતે બાંટવામાં આવેલા કર્જાઓથી હતું. ઘણી કંપનીઓ ખાસ કરીને વીજળી ઉત્પાદન, હોસ્પિટલ અને ટેલીકોમ ક્ષેત્રની કંપનીઓ દ્વારા બેન્કથી કર્જા લીધા અને ક્ષેત્રથી જોડાયેલી તકલીફો અને આર્થિક સુસ્તીઓના કારણે કરજો ચૂકવવાથી નાકામ રહી હતી.
