Drug Peddlers Arrested Gandhinagar: ગુજરાતમાં નશાબંધી અભિયાન હેઠળ ગાંધીનગર એન્ટી નાર્કોટિક્સ ફોર્સને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે હિંમતનગરથી સુરત તરફ જઈ રહેલા બે ડ્રગ પેડલરોને દબોચી લીધા છે. તેમની પાસેથી અંદાજે 5 લાખ રૂપિયાની કિંમતનો 11 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
Gandhinagar: 11 કિલો ગાંજો જપ્ત
મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટિક્સ ફોર્સને ચોક્કસ બાતમી મળી હતી કે માદક પદાર્થોની હેરાફેરીમાં સંડોવાયેલા કેટલાક ઈસમો ગાંજાનો મોટો જથ્થો લઈને હિંમતનગરથી સુરત તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વાહનને અટકાવીને તપાસ કરતા તેમાંથી 11 કિલો ગાંજો મળી આવ્યો હતો.
તપાસનો ધમધમાટ તેજ
પોલીસે આ મામલે બે પેડલરોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો સુરતમાં છૂટક વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે
આ પણ વાંચો: અરવલ્લી પોલીસે રાજસ્થાનથી આવતી ટ્રકમાંથી ઝડપ્યો 9 કિલો ગાંજો
આ પણ વાંચો: રાજકોટ એસઓજીએ 51 કિલોથી વધુનો ગાંજો ઝડપ્યો
આ પણ વાંચો: અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો
