Not Set/ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દિવાળી તો ઉજવી લીધી પણ હિન્દુઓને જ ભૂલી ગયા અને પછી થયા ટ્રોલ..

વોશીંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને લઈને અવાર-નવાર વિવાદો થતા રહે છે. જેને લઈને તેમને ટ્રોલ થવું પડે છે. હાલમાં જ એક નવા વિવાદને લઈને ટ્રમ્પ ટ્રોલ થઇ રહ્યા છે.એક અઠવાડિયા પછી ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવી હતી. Today, we gathered for Diwali, a holiday observed by Buddhists, Sikhs, and Jains throughout the United States & around […]

Top Stories World Trending

વોશીંગ્ટન

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને લઈને અવાર-નવાર વિવાદો થતા રહે છે. જેને લઈને તેમને ટ્રોલ થવું પડે છે. હાલમાં જ એક નવા વિવાદને લઈને ટ્રમ્પ ટ્રોલ થઇ રહ્યા છે.એક અઠવાડિયા પછી ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવી હતી.

Image result for trump diwali celebration

ટ્રમ્પે આ મામલે તેમના એકાઉન્ટમાં ફોટા પણ શેર કર્યા હતા અને દરેકને દિવાળીની શુભકામના આપી હતી.

 

પરંતુ ટ્રમ્પ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું તેમાં થોડી ગડબડી થઇ ગઈ હતી. જેના માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે એટલે કે હિંદુઓનો ઉલ્લેખ કરતા જ ભૂલી ગયા હતા.

જોવાની વાત તો એ છે કે તેઓ હિંદુઓને ભૂલી ગયા પણ શીખ, બૌદ્ધ અને જૈન ધર્મને દિવાળીની શુભકામના આપી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું છે કે આજે અમે લોકો દિવાળીનો તહેવાર મનાવવા માટે એકત્રિત થયા છે જે આખા અમેરિકામાં અને દુનિયાભરમાં બૌદ્ધ, શીખ અને જૈન ધર્મના લોકો ઉજવે છે. કરોડો લોકો પોતાના પરિવાર અને મિત્રોની સાથે દીવા પ્રગટાવે છે અને નવા વર્ષની શરૂઆત કરે છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી તહેવાર મુખ્યત્વે હિંદુઓનો તહેવાર છે અને તેમનો જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ટ્રમ્પનું ટ્વીટરનું એકાઉન્ટ તો કોણ હેન્ડલ કરે છે તે ખબર નથી પરંતુ આ ટ્વીટ પછી ટ્રોલ થવાનો વારો ટ્રમ્પનો આવ્યો છે.