Dharm & Bhakti: પિતૃપક્ષ (Pitru Paksha)ના પાવન દિવસો ચાલી રહ્યાં છે ત્યારે આપણા પૂર્વજો (Ancestors)ના આત્માની શાંતિ માટે આપણે શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ. તો આવો જાણીએ કે, આ અંતિમ તર્પણ (Tarpan) દ્વારા આપણા પિતૃઓને શું પ્રાપ્ત થશે?
શ્રાદ્ધના સોળેય દિવસો દરમિયાન અર્થાત્ આ વર્ષે 7 મી સપ્ટેમ્બરથી 21મી સપ્ટેમ્બર સુધી આ મહાલય પર્વ મનાવવામાં આવે છે. શ્રાદ્ધપક્ષમાં આપણે આપણા દિવંગત સ્વજનોના આત્માની શાંતિ (Peace Of Soul) માટે શ્રાદ્ધ તથા તર્પણ કરીએ છીએ. શાસ્ત્રોક્ત રીતે, તર્પણનું મહાત્મય શ્રાદ્ધ પક્ષમાં ઘણું જ છે. આ મહાત્મ્ય વિશે અને તર્પણ શી રીતે કરવું જોઇએ એ વિશે અહિં અમે તમને જણાવીશું. આ સાથે જ પિંડદાન (Pind Daan) કરવાથી તમને શાંતિ, સુખ-સમૃદ્ધિ અને વિદ્યા શી રીતે પ્રાપ્ત થશે એ વિશે પણ જાણીશું. પરંતુ, સૌથી પહેલા તર્પણના મહત્વ વિશે શાસ્ત્ર-પુરાણ શું કહે છે એ જાણીએ…

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર તર્પણનું મહત્વ
બ્રહ્મવૈવર્ત પુરાણ (Brahmvaivart Puran) હિન્દુ સનાતન ધર્મનો એક મહાન સંસ્કૃત ગ્રંથ છે અને હિન્દુ ધર્મ (Hindu Religion)ના મુખ્ય પુરાણો પૈકીનો એક ગણાય છે. શ્રાદ્ધ કર્મ દરમિયાન, તર્પણનું ઘણું મહત્વ હોય છે. તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત અને સંતુષ્ટ બને છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં તર્પણનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, જે પ્રમાણે વરસાદનું જળ છીપલામાં પડવાથી મોતી બને છે, કદલી (કેળ)માં પડવાથી કપૂર બને છે, ખેતરમાં પડવાથી અન્ન બને છે અને ધૂળમાં પડવાથી તે કીચડ બની જાય છે. એ જ રીતે, તર્પણ દ્વારા અર્પિત જળના વાષ્પીકૃત કણો આ પ્રમાણે પિતૃઓને તૃપ્ત કરે છે…
1. દેવ યોનિના પિતૃઓ માટે અમૃત
2. મનુષ્ય યોનિના પિતૃઓ માટે અનાજ
3. પશુ યોનિના પિતૃઓ માટે ઘાસચારો તથા…
4. અન્ય યોનિના પિતૃઓ માટે એમને અનુરુપ ભોજન અને સંતુષ્ટિ પ્રદાન કરે છે.
જે કોઈ મનુષ્ય આ પ્રમાણે તર્પણ કરે છે એમના દિવંગત પિતૃઓના આત્માની સદગતિ થાય છે અને જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે. આ ઉપરાંત, જે મનુષ્ય આ તર્પણ કર્મને ભાવથી પરિપૂર્ણ કરે છે એને સર્વ કાર્યોમાં ચોમેરથી લાભ મળે છે અને એની આર્થિક પ્રગતિ થાય છે.

તર્પણ કર્મ મુખ્યત્વે 6 પ્રકારે કરવામાં આવે છે. (Types Of Tarpan)
તર્પણના પ્રકારો
1. દેવ તર્પણ
2. ઋષિ તર્પણ
3. યમ તર્પણ
4. દિવ્ય માનવ-તર્પણ
5. દિવ્ય પિતૃ-તર્પણ
6. મનુષ્ય-પિતૃ તર્પણ
તર્પણની વિધિ
એક લોટામાં સ્વચ્છ જળ (Water) લઇને એમાં થોડું દૂધ, ચોખા, જવ અને ગંગાજળ મિક્સ કરીને તર્પણ કર્મનો આરંભ કરવો. તર્પણ સમયે તમારું મુખ દક્ષિણ દિશા (South)માં હોવું જોઇએ. પાત્રમાં જળ ભરીને ડાબો ધૂંટણ વાળીને બેસવું અને જો જનોઇ પહેરતા હો તો, જનોઇને ડાબેથી જમણા ખભે ફેરવી દેવી. ત્યારબાદ, હાથના અંગૂઠા વડે ધીરે-ધીરે જળ રેડતા જવું. આ મુદ્રાને પિતૃ તીર્થ મુદ્રા (Pitru Tirth Mudra) કહે છે. આ જ રીતે, તમારે તમામ પિતૃઓને ત્રણ-ત્રણ વાર અંજલિ આપવી જોઇએ. વહેલી સવારે સ્નાન-ધ્યાન કરીને, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શ્રધ્ધાપૂર્વક તર્પણ કરવું જોઇએ. શ્રદ્ધારહિત ધર્મકાર્યને તામસી ગણવામાં આવે છે અને એ તરત જ નષ્ટ થઇ જાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:
આ પણ વાંચો:
