Dharm & Bhakti: પિતૃપક્ષના સોળ દિવસોમાં નવમી તિથિનું ખાસ મહત્વ છે. આ દિવસ માતાને અનુલક્ષીને શ્રાદ્ધકર્મ કરવામાં આવે છે આથી એેને માતૃનવમી (Matru Navami) પણ કહેવામાં આવે છે. નોમના દિવસે આ શ્રાદ્ધ કરવાથી તમે માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો જાણીએ, નોમના શ્રાદ્ધ વિશે સવિસ્તાર…

સૌભાગ્યવતીનું શ્રાદ્ધ
પિતૃપક્ષ (Pitrupaksh)ની શરુઆત થઇ ચૂકી છે. આ સમય દરમિયાન, સૌ પિતૃઓનું પૂજન કરે છે અને એમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં આવે છે. આ એવો સમય છે કે જે દરમિયાન, સાત્વિક મનથી પૂર્વજોનું સ્મરણ કરવાની સલાહ આપવામાં આવે છે. પૂર્વજો અને દેવતાઓ પ્રસન્ન થાય તો જીવનમાં ધન-ધાન્યની કમી રહેતી નથી. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા કર્મ જ શ્રાદ્ધ (Shraddha) છે અને એને યથાશક્તિ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. એમાંયે માતાનું ઋણ તો કદીયે ભૂલી શકાય એમ નથી હોતું. આથી જ દિવંગત સૌભાગ્યવતી માતા (Saubhagyavati)ના આત્માની શાંતિ અર્થે આ શ્રાદ્ધકર્મ કરવું જોઇએ.
પિતૃપક્ષની નોમે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવાનું વિધાન છે કે, જેમનું મૃત્યુ એમના પતિ જીવિત હોય ત્યારે જ થઇ ગયું હોય! હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, જેમની મૃત્યુતિથિની તમને ખબર ન હોય એવી માતાઓ, બહેનો અને દીકરીઓનું પણ આ તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે. નોમના દિવસે શ્રાદ્ધ કરવાથી દિવંગત મા પ્રસન્ન થાય છે અને તમારા કુળ અને વંશની પ્રગતિ થાય છે.
માતૃનવમીનું મહત્વ
માતૃપક્ષને સમર્પિત શ્રાદ્ધ માતૃનવમીએ કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. માતાનું ઋણ તો કદીયે ભૂલી શકાય એમ નથી હોતું. આથી જ દિવંગત સૌભાગ્યવતી માતાના આત્માની શાંતિ અર્થે (Peace of Soul) આ શ્રાદ્ધકર્મ કરવું જોઇએ. આ દિવસે કરવામાં આવતા શ્રાદ્ધથી દિવંગત માતાઓ અને કુળની સ્ત્રીઓના આત્માને શાંતિ અને મોક્ષ (Moksha) પ્રદાન થાય છે. જે વ્યક્તિ માતૃ નવમીએ શ્રાદ્ધ કરે છે એમના જીવનમાં ક્યારેય વહાલ અને માતૃત્વની ઓછપ વરતાતી નથી.

માતૃ નવમીએ વિશેષરુપે શું કરવું?
દિવંગત માતા અને સ્ત્રીઓનું આ દિવસે શ્રાદ્ધ કરવાની સાથે-સાથે દાન-પુણ્યનું પણ એટલું જ મહત્વ છે. આ દિવસે સુહાગણ સ્ત્રીઓને સૌભાગ્યની ચીજવસ્તુઓ જેવી કે લાલ-લીલા વસ્ત્રો, બંગડીઓ, ચાંદલા, કંકુ વગેરેનું દાન કરવું શુભ ગણાય છે. આ ઉપરાંત, તમે વૃદ્ધ મહિલાઓને પણ કોઇ ભેટ આપી શકો છો. માતૃ નવમીના દિવસે કોઈ બ્રાહ્મણ સ્ત્રીને ભોજન અવશ્ય કરાવવું જોઇએ. પીપળાના વૃક્ષ (Peepal Tree) નીચે દીવો કરીને સ્વર્ગસ્થ માતાઓ અને બહેન-દીકરીઓને યાદ કરવા જોઇએ. ગાય, કૂતરા, કીડી, માછલી અને કાગડાને આ દિવસે ભોજન તથા જળ ગ્રહણ કરાવવું જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ, આ જીવોને તૃપ્ત કરવાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે અને એમનો આત્મા પરમ શાંતિ અને મોક્ષ પામે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!
આ પણ વાંચો:
