આજે શિક્ષક દિવસ છે શિક્ષકની તુલનાએ કોઈ આવી શકે તેમ નથી ત્યારે આપણે આવા જ એક દ્રષ્ટાંત વિષે વાત કરવી છે. કચ્છનાં મુન્દ્રામાં એક શિક્ષકના જીવનમાં અંધકાર છે. છતાંય તેઓ સંગીતની રોશની ફેલાવી રહ્યા છે.
શાસ્ત્રોમાં ગુરુનો અર્થ અંધકાર દૂર કરીને ઉજાશની તરફ લઇ જનાર માર્ગદર્શક બતાવાયો છે. આ વ્યાખ્યાને એકદમ બંધ બેસતા `ગુરુ’ વિશે ઘણા લોકો અજાણ હશે કે જેમણે જીવનભર અંધકારમાં રહીને સેંકડો શિષ્યો માટે રોશની ફેલાવીને મંજિલ સુધી પહોંચાવ્યા છે. પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક મનીષ ભાઈ ઉપાધ્યાયની મંતવ્ય ન્યૂઝ ની ટીમે મુલાકાત લીધી હતી. ઉપાધ્યાય સાહેબ મૂળ તો અંજારના છે. પણ જ્યારે એમને ખબર પડી કે મુન્દ્રામા સંગીત ક્ષેત્રે તાલીમ મેળવવાનો કોઈ સ્રોત નથી. તો તેઓ અંજારથી મુન્દ્રા અપડાઉન કરવા લાગ્યા, ધીમે ધીમે સ્ટુડન્ટ આવતા ગયા અને સંગીતની મેહફીલ જામતી ગઈ.
આજે એમની પાસે ૫ વર્ષના બાળક થી કરીને એંશી વર્ષના વૃધ્ધો પણ સંગીત શીખવા આવે છે. તેઓ મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત તેમજ સુગમ સંગીત શિખવાડે છે. અને જો સંગીતના સાધનોની વાત કરીએ તો હાર્મોનિયમ, તબલા, ગિટાર, ડ્રમ અને ઢોલક સહિતના દરેક વાદ્યો શિખવાડે છે. શીખવાડી ને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરીને પરીક્ષા પણ અપાવે છે.
દૃષ્ટિહિન હોવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પણ ઉપાધ્યાય સાહેબનું લક્ષ્ય એકજ છે કે ઘર-ઘર સંગીત પોહચે. આ માટે તેઓ મહેનત કરી રહ્યા છે. ખાસ તો અહીં આવતા વિદ્યાર્થીઓ પણ તેઓની પાસેથી સંગીત શીખીને અનોખી અનુભૂતિ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ પણ આ ક્ષેત્રમાં આગળ વધી કલાકાર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સ્કૂલમાં ભણાવે એ શિક્ષક નહિ પણ જીવનના પગથિયાં પર કેવી રીતે ચાલવુ તે શિક્ષક કહેવાય છે અને મનીષભાઈ પોતે દ્રષ્ટિહીન હોવા છતાં વિદ્યાર્થીઓને સાચો પથ દેખાડી રહ્યા છે.
Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે
Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો
Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ
Technology / હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે
Technology / મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ
