રામ મંદિરને લઈને હાલ રાજકારણ વધારે ગરમાયું છે તેમાં બાબા રામદેવે પોતાનું નિવેદન આપ્યું હતું.
રવિવારે રામદેવે કહ્યું હતું કે જો રામ મંદિર નહી બને તો દેશની પ્રજાનો ભાજપ પરથી વિશ્વાસ ઉઠી જશે. લોકતંત્રમાં સૌથી મોટું મંદિર સાંસદ છે અને મોદી સરકાર મંદિર નિર્માણને લઈને અધિનિયમ લઇ શકે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કરોડો લોકોની ભાવના હોવા છતાં પણ જો મંદિર નહિ બને તો લોકોનો ભાજપ પરથી ભરોસો ઉઠી જશે જે પાર્ટી માટે સારી બાબત નથી.
યોગ ગુરુએ જણાવ્યું હતું કે ભગવાન રામ એ રાજકારણનો વિષય નથી પરંતુ દેશનું ગૌરવ છે. તે આપણા સૌના પૂર્વજ , સંસ્કૃતિ અને આત્મા છે. તેને રાજકારણ સાથે ન જોડવું જોઈએ.
