Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં સામે આવેલા 1.66 કરોડ રૂપિયાના સોનાની ચોરી (Ahmedabad Gold Theft Case)ના કેસમાં હવે મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે ઝડપાયેલી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટીએ પોલીસની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
હર્ષિદા શેટ્ટી (Harshida Shetty)ના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે તેની ધરપકડ દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરવામાં આવ્યો હતો. અરજીમાં જણાવાયું છે કે મહિલાની ધરપકડ સંબંધિત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી.
Ahmedabad Gold Theft Case: સેલ્સગર્લના પોલીસ પર ગંભીર આરોપ
આક્ષેપ મુજબ, કોઈ મહિલા પોલીસ કર્મચારીની હાજરી વગર જ પુરુષ પોલીસકર્મીઓ દ્વારા તેનું શારીરિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. કાયદાકીય રીતે આ કાર્યવાહી ગંભીર માનવામાં આવે છે અને આ મુદ્દે હવે કોર્ટમાં પ્રશ્નો ઊભા થયા છે.આ ઉપરાંત હર્ષિદાએ પોલીસ પર આર્થિક દબાણ અને સત્તાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેની દલીલ મુજબ, પોલીસે ચોરીનું સોનું (Ahmedabad Gold Theft Case) કબજે કરવાની સાથે વધારાના એક લાખ રૂપિયા રોકડા પણ લઈ લીધા હતા.
આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે (Ahmedabad Rural Court) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) અને નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station)ને સત્તાવાર નોટિસ પાઠવી છે. કોર્ટએ સંબંધિત અધિકારીઓને હાજર રહી જવાબ રજૂ કરવા જણાવ્યું છે.હવે આ ચકચારી કેસની આગામી સુનાવણી સોમવારે હાથ ધરાશે, જેમાં પોલીસ પોતાનો પક્ષ રજૂ કરશે. સેલ્સગર્લ દ્વારા કરાયેલા આક્ષેપો બાદ સમગ્ર કેસમાં નવા પ્રશ્નો ઉભા થયા છે અને પોલીસની કામગીરી પણ તપાસના ઘેરામાં આવી ગઈ છે.
આ પણ વાંચો:અમદાવાદમાં 1.66 કરોડના સોનાના દાગીનાની ચોરી, જ્વેલર્સની સેલ્સ ગર્લ શોરૂમમાંથી ફરાર
આ પણ વાંચો:બોયફ્રેન્ડ માટે 1.66 કરોડના દાગીનાની ચોરી
આ પણ વાંચો:પુત્રવધૂને સોનાના દાગીના આપવા ભાડૂઆત મહિલાએ શિક્ષિકાના ઘરમાં જ કરી લાખોની ચોરી
