Cockroach Janta Party Founder Account Hacked: ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર અત્યારે સૌથી વધુ વાયરલ અને ટ્રેન્ડિંગ બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકેને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિજીત દીપકેએ સત્તાવાર દાવો કર્યો છે કે તેમનું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે અને તમામ પ્રયાસો કરવા છતાં તેઓ અત્યારે તેને એક્સેસ કરી શકતા નથી. આ ઉપરાંત, તેમની પાર્ટીનું બેકઅપ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ કરી દેવાયું હતું, જો કે તે પાછળથી રિકવર થઈ ગયું છે. દીપકેએ પોતાના ઓફિશિયલ એક્સ (Twitter) અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે અને પોતાની ડિજિટલ સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા અને ડર વ્યક્ત કર્યો છે.
માત્ર 80 પોસ્ટમાં 2 કરોડથી વધુ ફોલોઅર્સ મેળવ્યા
મૂળ મહારાષ્ટ્રના અને હાલ બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકેની આ ડિજિટલ પાર્ટી સીજેઆઈ (CJI) સૂર્યકાંતની યુવાનો પરની ‘કોક્રોચ ટિપ્પણી’ બાદ અચાનક ભારે લોકપ્રિય થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ મીમ-પાર્ટીએ એવી ધૂમ મચાવી છે કે ઇન્સ્ટાગ્રામ પર આ પેજ માત્ર 80 પોસ્ટ સાથે દેશના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને પણ પાછળ છોડીને 2.18 કરોડથી વધુ ફોલોઅર્સના આંકડાને પાર કરી ગયું છે. જો કે, આ અસાધારણ લોકપ્રિયતા વચ્ચે ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર X (ટ્વિટર) હેન્ડલ બંધ (Withheld) કરી દેવામાં આવ્યું છે, જ્યારે વિદેશોમાં તે હજુ પણ એક્ટિવ જોઈ શકાય છે.

Cockroach Janta Party : દેશના મોટા યુવા નેતાઓનો સાથ
આ માત્ર એક વ્યંગ્યાત્મક (Sarcastic) સોશિયલ મીડિયા કેમ્પેઈન હોવા છતાં તેને ભારતના વાસ્તવિક રાજકીય પક્ષો અને યુવા નેતાઓનો વ્યાપક ટેકો મળી રહ્યો છે. કેરળમાં કોંગ્રેસના નવનિર્વાચિત ધારાસભ્ય અબિન વર્કી, મુસ્લિમ લીગના પી. કે. નવાસ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) ના વી. કે. સનોજ જેવા ચર્ચાસ્પદ યુવા નેતાઓએ આ અનોખી ઝુંબેશને ઓપન સપોર્ટ આપ્યો છે. આ ઉપરાંત એસએફઆઈ (SFI) ના પ્રદેશ અધ્યક્ષ એમ. શિવપ્રસાદે પણ તેની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે. હાલ તો ડિજિટલ સ્પેસમાં અકાઉન્ટ હેકિંગ અને એકાઉન્ટ બંધ થવાના કારણે આ પાર્ટી ભારે ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’થી કેમ ચિંતિત થઈ સુરક્ષા એજન્સીઓ? તપાસમાં સામે આવ્યું ગુજરાત કનેક્શન
આ પણ વાંચો:X પર ફરી આવી ‘કોકરોચ જનતા પાર્ટી’
આ પણ વાંચો:‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, CJIની ટિપ્પણી બાદ વિવાદ ગરમાયો
