Surat News/ પુત્રવધૂને સોનાના દાગીના આપવા ભાડૂઆત મહિલાએ શિક્ષિકાના ઘરમાં જ કરી લાખોની ચોરી

સુરતના કતારગામ વિસ્તારમાં શિક્ષિકાના ઘરમાંથી ₹18 લાખના દાગીનાની ચોરી (Surat theft case) કરનારી મહિલા ભાડૂઆત ઝડપાઈ. પુત્રવધૂને સોનાના દાગીના આપવા માટે આરોપીએ ગુનો કબૂલ્યો.

Top Stories Gujarat Surat Breaking News
Surat theft case: દીકરાની વહુને દાગીના આપવા સાસુ બની ચોર!

Surat News: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઘરમાલિકના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ભાડૂઆત મહિલાએ જ લાખોની ચોરી (Surat theft case) કરી હતી. શિક્ષિકાના ઘરમાંથી અંદાજે ₹18 લાખના સોનાના દાગીના ચોરી કરનારી મહિલા ભાડૂઆતની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ₹9.92 લાખના દાગીના પણ કબજે કર્યા છે.

ભાડૂઆત મહિલાએ આપ્યો ચોરી Surat theft caseને અંજામ…

મળતી માહિતી મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા અને તેમના પતિ રોજની જેમ પોતાના કામ પર ગયા હતા. શિક્ષિકા સ્કૂલે ગયા હતા જ્યારે તેમના પતિ એમ્બ્રોઈડરીના કારખાને કામ માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમનો દીકરો રૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો. ઘરમાં જ ભાડે રહેતી મહિલાએ આ તકનો લાભ ઉઠાવી ચોરી (Surat theft case)ને અંજામ આપ્યો હતો.

શિક્ષિકાને ભાડૂઆત દંપતી પર ગઈ શંકા 

થોડા દિવસો બાદ શિક્ષિકાએ પોતાના કબાટની તપાસ કરતાં સોનાના કિંમતી દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ઘરમાં બહારની કોઈ વ્યક્તિનું આવવું-જવું ન હોવાથી પરિવારને ભાડૂઆત દંપતી પર શંકા ગઈ હતી. ત્યારબાદ શિક્ષિકાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભાડૂઆત દંપતીને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં આરોપી મહિલાએ ગોળગોળ જવાબ આપ્યા હતા, પરંતુ કડક પૂછપરછ દરમિયાન આખરે ભાંગી પડી હતી અને ચોરી (Surat theft case)નો ગુનો કબૂલી લીધો હતો.

પુત્રવધુને સોનાના દાગીના આપવા માંગતી હતી ભાડૂઆત 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મહિલાનું નામ ઉષા ટાંક છે. તેના પુત્રએ લવમેરેજ કર્યા હોવાથી તે પોતાની પુત્રવધૂને સોનાના દાગીના ભેટમાં આપવા માંગતી હતી. આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેણે શિક્ષિકાના ઘરમાંથી જ દાગીના ચોરી (Surat theft case) કર્યા હતા.કતારગામ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર લોકોને ચેતવણી આપી છે કે ઘરમાં ભાડૂઆત રાખતી વખતે સંપૂર્ણ પોલીસ વેરિફિકેશન અને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં 1.66 કરોડના સોનાના દાગીનાની ચોરી, જ્વેલર્સની સેલ્સ ગર્લ શોરૂમમાંથી ફરાર

આ પણ વાંચો:સુરત ઝવેરી બજારમાં ₹600 કરોડનો બિન હિસાબી વેપાર, ₹18 કરોડની GST ચોરી, DGGIનો મોટો દરોડો

આ પણ વાંચો:મહુડી તીર્થ વિવાદ! ‘ચોરીમાં પકડાયેલા લોકોની દાગીના અને ટ્રસ્ટની સંપત્તિ પર નજર’, ભૂપેન્દ્ર વેરાનો આક્ષેપ