Not Set/ જંબુસર/ પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝનાં બોઇલરમાં બ્લાસ્ટ, એક કર્મચારીનું મોત, આઠ ઇજાગ્રસ્ત

જંબુસરની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝનાં બોઇલરમાં બ્લાસ્ટ થતા એક કર્મચારીનું મોત નીપજ્યું છે જયારે અન્ય આઠ ઇજાગ્રસ્ત થયા છે. પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝનાં બોઈલરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર,  જંબુસરની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝનાં બોઈલરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય આઠ જેટલા કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી છે. […]

Gujarat Others

જંબુસરની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝનાં બોઇલરમાં બ્લાસ્ટ થતા એક કર્મચારીનું મોત નીપજ્યું છે જયારે અન્ય આઠ ઇજાગ્રસ્ત થયા છે. પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝનાં બોઈલરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર,  જંબુસરની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝનાં બોઈલરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય આઠ જેટલા કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી છે. હાલ આ તમામને જંબુસર હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે.જ્યાંથી તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં.

બ્લાસ્ટના પગલે ઇન્ડસ્ટ્રીઝમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.