Not Set/ મકરસંક્રાંતિ પર આ 6 જગ્યાએ કરેલું સ્નાન, આપે છે અક્ષય પુણ્ય

મકરસંક્રાંતિ પર દાન-પુણ્યની સાથે સાથે પવિત્ર નદીઓની સાથે પવિત્ર સ્થળે સ્નાન કરવાનું પણ ખૂબ મહત્વ છે. તીર્થનાગરીમાં મકરસંક્રાંતિના દિવસે કરેલું સ્નાન શુભ ગણવામાં આવે છે. મકરસંક્રાંતિથી સૂર્ય ઉત્તરાયણ થાય છે અને આ દિવસે તીર્થસ્થાનમાં પવિત્ર નદીમાં સ્નાન કરીને અને સૂર્યની પૂજા કર્યા પછી વ્યક્તિને અમર્યાદિત ફળ મળે છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. […]

Navratri 2022
aaaaaaaaaaaaaaaaaaaaaaaaamaya 3 મકરસંક્રાંતિ પર આ 6 જગ્યાએ કરેલું સ્નાન, આપે છે અક્ષય પુણ્ય

મકરસંક્રાંતિ પર દાન-પુણ્યની સાથે સાથે પવિત્ર નદીઓની સાથે પવિત્ર સ્થળે સ્નાન કરવાનું પણ ખૂબ મહત્વ છે. તીર્થનાગરીમાં મકરસંક્રાંતિના દિવસે કરેલું સ્નાન શુભ ગણવામાં આવે છે. મકરસંક્રાંતિથી સૂર્ય ઉત્તરાયણ થાય છે અને આ દિવસે તીર્થસ્થાનમાં પવિત્ર નદીમાં સ્નાન કરીને અને સૂર્યની પૂજા કર્યા પછી વ્યક્તિને અમર્યાદિત ફળ મળે છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પુરાણોમાં માન્યતા છે કે મકરસંક્રાંતિ પર 6 જગ્યાએ સ્નાન કરવું શુભ છે. ચાલો જાણીએ આ છ જગ્યાઓ કઇ છે.

ગંગા સાગરમાં ડૂબકી લગાવાથીમળે છે અશ્વમેધ યજ્ઞનું ફળ

મકરસંક્રાંતિ પર ગંગા સાગરમાં સ્નાન કરવું એ અશ્વમેધ યજ્ઞ જેટલું ફળદાયક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગંગા સાગરમાં ડૂબકી લગાવાથી દસ અશ્વમેધ યજ્ઞ અને એક હજાર ગાય દાન જેટલું જ ફળ મળે છે. અહીં ગંગા નદી સમુદ્રને મળે છે.

પ્રયાગરાજમાં સ્નાન કરવાથી મળે છે મોક્ષ

મકરસંક્રાંતિ પર પ્રયાગરાજમાં સ્નાન કરવું ખૂબ શુભ છે. સંગમ તટ પર સ્નાન કરવાથી મોક્ષ મળે છે. મહિના સુધી સંગમ તટ કલ્પવાસ કરવો પુણ્યદાયી માનવામાં આવે છે.

હરિદ્વારમાં સ્નાન કરવાથી ધોવાઈ જાય છે તમામ પાપ

હરિદ્વારમાં ગંગા સ્નાન કરવું એ પોતાનામાં ખૂબ જ પુણ્યદાયી છે, પરંતુ મકરસંક્રાંતિ પર અહીં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે.

ઋષિકેશમાં સ્નાન કરવાથી મળે છે આધ્યાત્મિક શાંતિ

ઋષિકેશમાં મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવાથી જાતકને આધ્યાત્મિક શાંતિ મળે છે. અહીં પર્વતો અને લીલાછમ ખેતરોની વચ્ચે નહાવાથી મન અને મગજને શાંત કરે છે.

વારાણસીમાં મળે છે મોક્ષ

બાબા ભોલેની નગરીમાં મકરસંક્રાંતિ પર ગંગાનું સેવન કરવાથી મોક્ષનો માર્ગ ખુલે છે. કાશીમાં ગંગા સ્નાન કરવું આ લોકથી પરલોકને પણ સુધારવાનું છે.

સુલ્તાનગંજમાં સ્નાન કરવાથી મળશે પાપમાંથી મુક્તિ

બિહારના સુલ્તાનગંજમાં મકરસંક્રાંતિ પર સ્નાન કરવું ખૂબ જ લાભાદીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ પર અહીં સ્નાન કરવાથી ઘણા જન્મના પાપોથી મુક્તિ અપાવે છે.

તો મકરસંક્રાંતિ પર, જો તમે આ છ સ્થળોમાંથી કોઈપણમાં સ્થળે સ્નાન કરો છો, તો તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.