Temple/ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અત્યારસુધી કેટલા મંદિરોની લીધી મુલાકાત

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. ભુપેન્દ્રભાઈનું નામ જાહેર થયા બાદ તેઓ સૌથી પહેલા અડાલજ ત્રિ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા

Top Stories
shock નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અત્યારસુધી કેટલા મંદિરોની લીધી મુલાકાત

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. ભુપેન્દ્રભાઈનું નામ જાહેર થયા બાદ તેઓ સૌથી પહેલા અડાલજ ત્રિ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા અને પૂજ્ય દીપકભાઈ દેસાઈના આશીર્વાદ મેળવ્યા હતા.

જેમને CM ભૂપેન્દ્ર પટેલે દંડવત પ્રમાણ કર્યા, કોણ છે દિપકભાઇ અને કયો છે તેમનો સંપ્રદાય?

ત્યારબાદ તેમણે અમદાવાદ સ્થિત વિખ્યાત જગ્ગનાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને મહંત દિલીપદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.

Image

 

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરગાસણ ખાતે આવેલા SMVS સ્વામીનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી.

Image

ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનવા બદલ પૂજ્ય મોરારિબાપુએ પણ શુભકામનાઓ પાઠવી હતી.

Image

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના મત વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર ખાતે સરદાર પટેલ સેવા દળ દ્વારા આયોજિત “ વસ્ત્રાપુરના મહાગણપતિ”ની આરતીમાં ભાગ લીધો હતો.

Image

શનિવારના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાન શ્રી સ્વામીનારાયણ દ્વારા સ્થાપિત વિશ્વના સૌ પ્રથમ સ્વામીનારાયણ મંદિર શ્રી નરનારાયણદેવ ગાદીના છઠ્ઠા આચાર્ય શ્રી પ.પૂ શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા વર્તમાન આચાર્ય પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ ની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

Image

પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ દ્વારા સ્થાપિત શ્રી અક્ષરધામ મંદિર,ગાંધીનગરની દર્શનીય મુલાકાત લીધી હતી. પ્રાંગણમાં ભગવાન નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો તેમજ મહંત શ્રી પૂજ્ય આનંદસ્વરુપ સ્વામી તથા કોઠારી શ્રી પૂજ્ય વિશ્વવિહારી સ્વામીના આશિષ મેળવ્યા હતાં.

Image Image