તાઇવાનમાં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ કેમેરાથી વાંધાજનક સ્થિતિમાં રસ્તાનાં કાંઠે નગ્ન દંપતીને જોવામાં આવ્યુ. સ્ટ્રીટ વ્યૂ કેમેરા સાથે લીધેલા ફોટામાં જાણવા મળ્યું છે કે એક છોકરો અને છોકરી રસ્તાની બાજુમાં તેમની કારનાં બોનેટ પર રોમેન્ટિક આલિંગનમાં છે. આ ફોટામાં તે બંને સંપૂર્ણ નગ્ન દેખાયા હતા. આ તસવીર વાયરલ થયા બાદ ગૂગલ દ્વારા કરવામાં આવેલા નગ્નતા પર વધુ કડક કરવાના દાવા પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે ગૂગલે આ તસવીર હટાવી દીધી છે.
ડેઇલી મેઇલ યુકેનાં શુક્રવારનાં અહેવાલ મુજબ, તેને સૌ પ્રથમ સોશિયલ મીડિયા યુઝરે જોયો હતો. આ પ્રકારનો નજારો જોયા પછી, આ વપરાશકર્તાએ કહ્યું, “મે તે જોવા માટે ગૂગલ પર એક નજર નાખી કે શું હુ કોઇ પ્રાણીઓને શોધી શકુ છુ. પણ અચાનક જ મને આ આશ્ચર્યજનક દ્રશ્ય અનપેક્ષિત રીતે જોવા મળ્યું. તેઓએ કહ્યું,” ગૂગલ મેપ એ આજ સુધીની સૌથી મોટી શોધ છે. તે ભગવાન કરતાં મહાન છે.
સોશિયલ મીડિયા પર આ કપલનાં ફોટા જોયા બાદ લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા તેને અંગત ગણાવી રહ્યા છે. તો મોટાભાગનાં લોકો તેને બેશરમની હદ વટાવી તે રીતે જુએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.