Arvindkejrival/ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાડ EDની કડક કાર્યવાહી, સુનીતા કેજરીવાલના સંબંધીઓના ઘરે EDના દરોડા

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ EDએ કાર્યવાહી કડક કરતા દરોડા પાડો અભિયાન તેજ કર્યું છે.

Top Stories India
Beginners guide to 2024 03 28T131505.601 અરવિંદ કેજરીવાલની ધરપકડ બાડ EDની કડક કાર્યવાહી, સુનીતા કેજરીવાલના સંબંધીઓના ઘરે EDના દરોડા

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ EDએ કાર્યવાહી કડક કરતા દરોડા પાડો અભિયાન તેજ કર્યું છે. EDએ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલના સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા. જાણકારી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુનીતા કેજરીવાલના સંબંધી એસપી ગુપ્તાના ઘરે 26 માર્ચે સવારે 8 વાગ્યાથી 27 માર્ચના રોજ સાંજે 6 વાગ્યા સુધી દરોડા પાડ્યા છે.  સુનીતા કેજરીવાલના સંબંધી એસપી ગુપ્તાનું ઘર દિલ્હીના સુંદરનગર વિસ્તારમાં છે.

EDના દરોડા

અત્યાર સુધી મળેલા અપડેટ્સ અનુસાર EDએ જૂના FEMA કેસમાં એસપી ગુપ્તાના ઘર પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં EDની ટીમ દ્વારા 34 કલાક સુધી એસપી ગુપ્તાના ઘરના દરેક ખૂણામાં સર્ચ કરવામાં આવ્યું હતું. જો કે EDની ટીમને ત્યાંથી શું મળ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા છે જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની કસ્ટડીમાં છે. તેમની કસ્ટડીનો સમયગાળો ગુરુવારે (28 માર્ચ) સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારબાદ ED કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે EDએ લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે, જેના દ્વારા તે કેજરીવાલની કસ્ટડીની ફરી માંગ કરી શકે છે.

સુનીતા કેજરીવાલનું નિવેદન

સુનીતા અરવિંદ કેજરીવાલને મળવા ED ઓફિસ પણ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે કેજરીવાલને ડાયાબિટીસ છે અને તેમનું શુગર લેવલ બરાબર નથી. તેમણે દાવો કર્યો હતો કે  અરવિંદ 28 માર્ચે કોર્ટમાં દિલ્હી દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો કરશે. આ જાણકારી ખુદ અરવિંદ કેજરીવાલે પોતાની પત્નીને આપી છે.  તેમણે કહ્યું કે બે વર્ષની તપાસ છતાં ED એક પણ પુરાવા શોધી શક્યું નથી. તેઓએ મુખ્યમંત્રીના આવાસ પર દરોડા પાડ્યા પરંતુ માત્ર 73,000 રૂપિયા જ મળ્યા. અરવિંદ કસ્ટડીમાં હતા ત્યારે જળ મંત્રી આતિશીને સૂચનાઓ આપી હતી. આ અંગે કેન્દ્રને સમસ્યા હતી. આખરે કેન્દ્ર સરકાર શું કરવા માંગે છે.

દિલ્હી હાઈકોર્ટ દાખલ PIL

કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ તેમની ધરપકડના કારણે એક અર્થમાં મુખ્ય પ્રધાન તરીકેનું તેમનું પદ ગુમાવ્યું છે અને તેઓ હાલ કસ્ટડીમાં હોવાથી, તેમણે જાહેર સેવક તરીકેની ફરજો અને જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ હોવાનું સાબિત કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આરોઠે પિતા – પુત્રના છેતરપિંડી કેસમાં SOG નો નવો ખુલાસો, સ્વામિનારાયણ મંદિરના કર્યા હતા….

આ પણ વાંચો:માતમમાં ફેરવાઈ હોળીની ખુશી, ગુજરાતમાં ડૂબી જવાથી 20 લોકોના મોત; સાબરમતી નદીમાં સૌથી વધુ 12 લોકોએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો:એવું તો શું થયું કે, ગુજરાત હાઈકોર્ટે રેલવેને લગાવી ફટકાર, કહ્યું- સહન નહીં કરી શકીએ…