Not Set/ ચીન પછી ભારતની પાસે હશે S-400, જે તોડી પાડશે મિસાઈલો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચાર ઓક્ટોબરથી ભારતની બેદિવસીય યાત્રાએ દિલ્હી આવી રહ્યા છે. આ દરમિયાન રુસ (રશિયા)ની સાથે S-400 મિસાઈલ સૌદા અંગે અંતિમ મહોર લાગી શકે છે. અહેવાલો મુજબ બંને દેશોએ 40,000 કરોડ રૂપિયાના સૌદાને લઈને વાતચીત લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આવો જાણીએ […]

Top Stories India Trending
After China, India will have S-400 Missile system, who demolish missiles

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચાર ઓક્ટોબરથી ભારતની બેદિવસીય યાત્રાએ દિલ્હી આવી રહ્યા છે. આ દરમિયાન રુસ (રશિયા)ની સાથે S-400 મિસાઈલ સૌદા અંગે અંતિમ મહોર લાગી શકે છે. અહેવાલો મુજબ બંને દેશોએ 40,000 કરોડ રૂપિયાના સૌદાને લઈને વાતચીત લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આવો જાણીએ આ મિસાઈલ સિસ્ટમ અંગેની ખાસ વાતો.

After China, India will have S-400 Missile system, who demolish missiles
પ્રતિકાત્મક તસ્વીર

રશિયા ભારતને હથિયાર અને ગોળા-બારૂદ આપનાર તરીકે મુખ્ય આપૂર્તિકર્તા રહ્યું છે. પરંતુ S-400 મિસાઈલ એકદમ અલગ અને અત્યાધુનિક છે. ડીલ અંતર્ગત ભારત રશિયા પાસેથી પાંચ ‘S-400 એન્ટી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ’ ખરીદશે. એસ-400 રશિયાની નવી વાયુ રક્ષા મિસાઈલ પ્રણાલી (એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ)નો ભાગ છે, જે વર્ષ 2007 માં રશિયન સેનામાં તહેનાત કરવામાં આવી હતી.

After China, India will have S-400 Missile system, who demolish missiles
પ્રતિકાત્મક તસ્વીર

ભારત અને રશિયાની વચ્ચે S-400 એર ડિફેન્સ મિસાઈલ ડિફેન્સ સિસ્ટની માટે 39,000 કરોડ રૂપિયાના કરાર થશે. S-400 ની પાસે અમેરિકાના સૌથી એડવાન્સ ફાઈટર જેટ એફ-35ને તોડી પાડવાની પણ ક્ષમતા છે. ચીને પણ રશિયા પાસેથી જ આ ડિફેન્સ સિસ્ટમ ખરીદી હતી. હાલમાં ચીનની આર્મી આ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે.

After China, India will have S-400 Missile system, who demolish missiles
પ્રતિકાત્મક તસ્વીર

S-400 ટ્રાયંફ લોંગ રેંજ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમમાં દુશ્મનના આવનારા લડાકુ વિમાનો, મિસાઈલો અને એટલે સુધી કે 400 કિલોમીટર સુધીની ઉંચાઈ પર ઉડી રહેલા ડ્રોનનો નાશ કરી શકે છે. ભારતની સૈન્ય પ્રણાલીમાં એસ-400 નો સમાવેશ થવાથી તેની તાકાતમાં અનેક ગણો વધારો થશે.

After China, India will have S-400 Missile system, who demolish missiles
પ્રતિકાત્મક તસ્વીર

ભારત અને રશિયાની વચ્ચે આ મહત્વપૂર્ણ ડિફેન્સ ડીલ (રક્ષા સોદા)ની જાહેરાત વર્ષ ૨૦૧૬માં ગોવામાં યોજાયેલા BRICS સમિટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે વાતચીત થયા પછી કરવામાં આવી હતી. S-400 પાકિસ્તાન અથવા ચીનની ન્યુક્લિયર પાવર્ડ બેલેસ્ટિક મિસાઈલોથી પણ આ સિસ્ટમ બચાવશે. આ એક રીતનું મિસાઈલ શિલ્ડ છે.