ગોધરા ટ્રેન કાંડ/ ગોધરા કાંડના આરોપી હાજી બિલ્લાનું સારવાર દરમિયાન મોત

ગોધરા કાંડના આરોપી હાજી બિલાલનું મોત થયું છે. હાજી બિલાલ છેલ્લા ચાર વર્ષથી બિમાર હતો  અને 22 નવેમ્બરથી તે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.

Top Stories Ahmedabad Gujarat
હાજી બિલ્લાનું
  • ગોધરા કાંડના આરોપી હાજી બિલ્લાનું મોત
  • વડોદરા સેન્ટ્રલ જેલમાં ભોગવી રહ્યો હતો સજા
  • આરોપી હાજી બિલ્લા 4 વર્ષથી હતો બિમાર
  • ગોધરા કાંડમાં ફાંસીની સજા ફટકરાઈ હતી
  • બાદમાં આજીવન કેદમાં પરિવર્તિત થઈ હતી સજા
  • 22 તારીખથી SSG હોસ્પિટલમાં હતો દાખલ
  • પીએમ બાદ પોલીસે ડેડબોડી તેના સગાઓને સોંપી

ગોધરા કાંડના આરોપી હાજી બિલ્લાનું મોત થયું છે. હાજી બિલાલ છેલ્લા ચાર વર્ષથી બિમાર હતો  અને 22 નવેમ્બરથી તે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજી બિલાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.ગોધરાકાંડના ગુનામાં બિલાલને પહેલા ફાંસીની સજા થઈ હતી. જે બાદ તેની સજા આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :સાણંદમાં પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી મોતને ઘાટ ઉતારી

વર્ષ 2002 માં 27  ફેબ્રુઆરીએ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાઓ સળગાવવાના મામલે ટ્રાયલ ર્કોટે ફેબ્રુઆરી, 2011 માં હાજી બિલાલ સહિ‌ત કુલ 11 આરોપીઓને ફાંસી અને અન્ય 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની સજા આજીવન કેદમાં બદલી હતી. બીમાર હાજી બિલાલ 22 નવેમ્બરથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે ઓક્સિજન પર રહેલા હાજી બિલાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે પોલીસે તેના મોત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાશે.

આ પણ વાંચો :જામનગરમાં ગાંજાના જથ્થા સાથે 4 ઝડપાયા, 2 આરોપીની અગાઉ પણ થઈ ચૂકી છે ધરપકડ

આ પણ વાંચો :બાવળા-બગોદરા હાઈવે પર અજાણ્યા શખ્સોએ ઝેરી ખોરાક ઠાલવતા 7 ગાયના મોત

આ પણ વાંચો :લો હવે ગુજરાતના પ્રવાસન વિભાગે શાહમૃગને ગીરનું વતની બતાવ્યું..