Not Set/ બાવળા-બગોદરા હાઈવે પર અજાણ્યા શખ્સોએ ઝેરી ખોરાક ઠાલવતા 7 ગાયના મોત

બાવળા તાલુકાના બગોદરા તરફ જવાના હાઇવે ઉપર આવેલી કેટલીક કંપનીઓની કેન્ટીનનો વાસી ખોરાક હાઇવે ઉપર ખુલ્લામાં નાખવામાં આવી રહ્યો છે.

Gujarat Others
7 ગાયના મોત
  • બાવળા-બગોદરા હાઇવે પર 7 ગાયના મોત
  • હાઇવે પરની કેન્ટીનનો વાસી ખોારક મૃત્યુનું કારણ
  • કંપનીની કેન્ટીનનો વાસી ખોરાક ગાયે આરોગ્યો હતો
  • કંપનીએ કેન્ટીનનો વાસી ખોરાક ખુલ્લામાં નાખ્યો હતો
  • ગૌપાલક  ગેલાભાઇની બગોદરા પોલીસમાં ફરિયાદ
  • પોલીસફરિયાદના પગલે પીએસઆઇ જાનીની તપાસ
  • પશુરક્ષાનો કાયદો લાવવા સરકારને રજૂઆત
  • અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની રજૂઆત

બાવળા-બગોદરા હાઇવે પર આવેલી રોહિકા ચોકડી પાસે કોઇ અજાણ્યાં શખ્સો દ્વારા ઝેરી ખોરાક ફેંકી દેવાયો હતો. બાદમાં આ ખોરાક આસપાસ રખડતાં પશુઓએ આરોગતા 7 ગાયના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. જ્યારે 13 ગાય બીમાર પડતાં સારવાર અપાઇ રહીં છે. આ અંગે બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :વાઇબ્રન્ટ ગુજરાતને લઈ સરકાર થઈ સક્રિય, CM ભુપેન્દ્ર પટેલની દિલ્હીમાં ઉદ્યોગપતિઓ-રાજદૂતો સાથે

આ મામલે મળતી માહિતી અનુસાર, બાવળા તાલુકાના બગોદરા તરફ જવાના હાઇવે ઉપર આવેલી કેટલીક કંપનીઓની કેન્ટીનનો વાસી ખોરાક હાઇવે ઉપર ખુલ્લામાં નાખવામાં આવી રહ્યો છે. જેને આરોગતા ઘણા પશુઓ મોતને ભેટી રહ્યા છે જ્યારે કેટલાક બીમાર પડી રહ્યાં છે. આજરોજ અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ-દિલ્હીના પ્રમુખ બાવળા તાલુકામાં ગૌ-સેવા તરીકે ફ્રજ બજાવતા રણછોડભાઈ નાનુભાઈ અલગોતર દ્વારા કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી કે હાઇવે ઉપર નાખવામાં આવેલા વાસી ખોરાક આરોગી જતા સાત ગાયોના મોત નિપજ્યા છે અને 13 ગાય બીમાર પડી છે. જેમાંથી 3 ગાયો ગંભીર હાલતમાં છે.

આ પણ વાંચો :  તેલ માલિસના બહાને અડપલા કરતાં ક્લાસિસ સંચાલકની હવે પોલીસ કરશે માલિસ

ગ્રામજનોના જણાવ્યા અનુસાર રોહિકા ચોકડી પાસે આવેલી કોઇ કંપની દ્વારા હાઇવે પર કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આથી જવાબદાર કંપની સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તે માટે એનિમલ હેલ્પલાઇનમાં જાણ પણ કરવામાં આવી હતી. જેના પગલે તંત્રની ટીમે દોડી આવીને સ્થળ તપાસ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ એક કરોડ મોકલી આપજો, નહીં તો.. : સોશિયલ મીડિયા પર CMને મળી ધમકી

આ પણ વાંચો :Pm ગતિ શક્તિ યોજનાના વિકાસ માટે ગાંધીનગર ખાતે બેઠક યોજાશે, આવો જાણીએ તેની ખૂબીઓ

આ પણ વાંચો : રાજ્ય પર વધુ એક માવઠાનું સંકટ, આગાહીના પગલે ધરતીપુત્રોના હાલ બેહાલ