વડોદરા / તેલ માલિસના બહાને અડપલા કરતાં ક્લાસિસ સંચાલકની હવે પોલીસ કરશે માલિસ

વડોદરામાં કરાટે ક્લાસિસના સંચાલકે સગીરા સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. કરાટે કલાસિસના સંચાલક વિકાસ સોઢીએ સગીરાને નિવસ્ત્ર કરી…

સંસ્કારીનગરી વડોદરામાં ફરી એકવાર શર્મશાર ઘટના બની છે.વડોદરામાં કરાટે ક્લાસિસના સંચાલકે સગીરા સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. કરાટે કલાસિસના સંચાલક વિકાસ સોઢીએ સગીરાને નિવસ્ત્ર કરી શરીર પર તેલ માલિસ કરી હતી અને ચુંબન પણ કર્યા હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે.સમગ્ર ઘટનાની જાણ સગીરાની માતાને થતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. ફરિયાદ મળતા પોલીસે આરોપી સંચાલક વિકાસ સોઢીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :વાઇબ્રન્ટ ગુજરાતને લઈ સરકાર થઈ સક્રિય, CM ભુપેન્દ્ર પટેલની દિલ્હીમાં ઉદ્યોગપતિઓ-રાજદૂતો સાથે

વડોદરાના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં વિકાસ સોઢી નામનો શખ્સ કરાટે ક્લાસ ચલાવે છે. ત્યારે આ કરાટે સંચાલકે તેની પાસે કરાટે શીખવા આવતી સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. તેણે કરાટે શીખવા આવતી સગીરાને નિર્વસ્ત્ર કરી તેના શરીર પર તેલની માલિશ કરી હતી. એટલુ જ નહિ, તેણે કરાટે કલાસમાં સંચાલક વિકાસ સોઢીએ સગીરાના ગાલ પર ચુંબન પણ કર્યા હતા. ત્યારે સગીરાએ આ વાતની જાણ તેની માતાને કરી હતી. જેથી સગીરાની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિકાસ સોઢી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પોલીસે વિકાસ સોઢી સામે પોસ્કો એક્ટ, 354A, 345B મુજબ ગુનો નોંધ્યો છે.

વડોદરા યુવતીના સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ધડાકો થયો છે. પોલીસને યુવતીની સાયકલ શોધવામાં મોટી સફળતા મળી છે. પુનિત નગરના એ/13 બંધ બંગલાના પરિસરમાં સાયકલ છુપાવી હતી. સિક્યુટિ ગાર્ડ મહેશ રાઠવાએ સાયકલ ઝાડ નીચે કચરામાં છુપાવી હતી. યુવતી સાયકલ લઈને જતી હતી ત્યારે રીક્ષા ચાલકોએ સાયકલને ટક્કર મારી પાડી દીધી હતી. યુવતી સાથે વેકસીન મેદાન ખાતે દુષ્કર્મ  થયું હતું.

આ પણ વાંચો :ટોરેન્ટ પાવરનું સર્ચ ઓપરેશન દરમિયાન પોળના લોકોએ કર્યો પથ્થરમારો, ટોરેન્ટના 4 અને 3 પોલીસ કર્મી ઘાયલ

તે જ જગ્યાએથી સિક્યુરિટી ગાર્ડે યુવતીની સાયકલ ઉઠાવી ઘરે લઈ ગયો હતો. સિક્યુરિટી ગાર્ડની દીકરી સાયકલ લઈને ફરતી હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મહેશ રાઠવાના ધર્મપત્નીએ સ્વીકાર્યું કે તેમના પતિ સાયકલ ચોરી લાવ્યા હતા. ચોરીની સાયકલ હોવાના કારણે સાયકલના બંને ટાયર છુટા કરી સંતાડી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સુરક્ષા સલામતીની વ્યાખ્યા બદલાઈ રહી છે. એક સમયે ગુજરાત માટે એવુ કહેવાતુ હતુ કે, અહી યુવતીઓ રાત્રે પણ બિન્દાસ્ત ફરી શકે છે. પરંતુ હવે દીકરીઓ ટ્રેનમાં, કોચિંગમાં, સ્કૂલમાં ક્યાય સલામત નથી. આખરે કોણ છે એ નરાધમો જે ગુજરાતની ધરતીને બદનામ કરે છે? કેમ ફૂલ જેવી બાળકીઓ સાથે પણ આ પ્રકારની હરકતો થઇ રહી છે? પોતાની દીકરીની જેવી સગીરા પર હેવાનો કેમ ત્રાટકે છે? ક્યાં સુધી સમાજ વચ્ચે આવા શેતાનો બેફામ ફરતા રહેશે?

આ પણ વાંચો : લીંબડી હાઈવે પર કેમિકલ વેસ્ટ ઠાલવી બોડીયાથી .ગેરકાયદેસર રેતીનું વહન કરાતું હોવાની ફરિયાદ

આ પણ વાંચો : બિન અધિકૃત નદીની રેતી ભરેલ ડમ્પર અને હીટાચી સહિત રૂ 80 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો

આ પણ વાંચો :લીંબડીના કારોલ ગામ પાસે કાર-બાઇકમાં અકસ્માતમાં ત્રણના કમકમાટીભર્યા મોત


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment