Halvad News/ હળવદના ચરાડવા પાસે ગમખ્વાર અકસ્માત: તાલુકા પંચાયત સદસ્ય સહિત 5 યુવાનોના મોત, રણછોડગઢમાં એકસાથે 5 અર્થીઓ ઉઠી

હળવદના ચરાડવા નજીક કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માત (Halvad Accident)માં તાલુકા પંચાયત સદસ્ય સહિત રણછોડગઢ ગામના 5 યુવાનોના મોત. ગામમાં એકસાથે 5 અર્થીઓ ઉઠતાં શોકની લાગણી.

Top Stories Gujarat Others Breaking News
Halvad Accident:રણછોડગઢમાં માતમ: એક જ ગામના 5 યુવાનોના અકસ્માતમાં કરુણ મોત

Halvad News: હળવદના ચરાડવા નજીક સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે (Halvad Accident) સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે. કાર અને ડમ્પર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં તાલુકા પંચાયત સદસ્ય સહિત રણછોડગઢ ગામના પાંચ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાએ ગામમાં માતમનો માહોલ સર્જી દીધો છે.

Halvad Accident:એકસાથે 5 અર્થીઓ ઉઠી

મળતી માહિતી મુજબ, ગત રાત્રે ચરાડવા નજીક એક કાર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત (Halvad Accident) સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ યુવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓ પણ મોતને ભેટ્યા હતા.

મૃતકોમાં રણછોડગઢ બેઠકના હળવદ તાલુકા પંચાયત સદસ્ય પ્રેમજીભાઈ દઢૈયા, સુરેશ સિહોરા, ભરત દઢૈયા, વિરમ દઢૈયા અને પરેશ દઢૈયાનો સમાવેશ થાય છે. એક જ ગામના પાંચ યુવાનોના એકસાથે મૃત્યુ થતાં સમગ્ર ગામ અને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

અકસ્માત (Halvad Accident)માં પ્રકાશ દઢૈયા અને દિલીપ ભગવાનજીભાઈ દઢૈયા નામના બે અન્ય યુવાનોને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે.આજે સવારે જ્યારે રણછોડગઢ ગામમાંથી એકસાથે પાંચ સ્મશાનયાત્રા નીકળી હતી ત્યારે સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું હતું. પરિવારજનો, સગા-સંબંધીઓ અને ગ્રામજનોની આંખોમાં આંસુઓની ધાર જોવા મળી હતી. ગામના અનેક લોકો માટે આ દ્રશ્ય અસહ્ય બની ગયું હતું.

ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને અકસ્માત (Halvad Accident) અંગે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ડમ્પર અને કાર વચ્ચેની જોરદાર ટક્કર અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે, જોકે પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

આ ગમખ્વાર ઘટનાએ માત્ર પાંચ પરિવારો જ નહીં પરંતુ સમગ્ર રણછોડગઢ ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે. ગામમાં હાલ શોક અને દુઃખનો માહોલ છવાયેલો છે.


આ પણ વાંચો:અમિત ખૂંટ કેસની આરોપીનું પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

આ પણ વાંચો:છોટાઉદેપુરના ધેલવાંટ આશ્રમશાળા નજીક ગંભીર માર્ગ અકસ્માત, પુત્રનું મોત, પિતા ગંભીર

આ પણ વાંચો:‘મારી માની ડેડબોડી પડી છે…’ અકસ્માત બાદ પોલીસ સામે પુત્રનો ભારે આક્રોશ