Not Set/ ચેતવણી: વિટામીન ડીની ઉણપ બની શકે છે પ્રોસ્ટેટ કેન્સરનું કારણ

અમદાવાદ, વિટામીન-ડીની ખામી હાડકામાં દુખાવો તથા સ્નાયુઓમાં નબળાઈ સહીત અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને આમંત્રણ આપે છે. તે સર્વવિજ્ઞ બાબત છે. વિટામીન ડીને સૂર્યપ્રકાશ વિટામીન પણ કહેવામાં આવે છે, કારણ કે વિટામીન ડી ત્યારે બને છે જયારે ચામડી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. વિટામીન ડીની ઉણપથી 17 અલગ-અલગ પ્રકારના કેન્સર, હદય રોગ, મલ્ટીપલ સ્કલારોસીસ, હાઈ બીપી […]

Top Stories India World
soare ચેતવણી: વિટામીન ડીની ઉણપ બની શકે છે પ્રોસ્ટેટ કેન્સરનું કારણ

અમદાવાદ,

વિટામીન-ડીની ખામી હાડકામાં દુખાવો તથા સ્નાયુઓમાં નબળાઈ સહીત અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને આમંત્રણ આપે છે. તે સર્વવિજ્ઞ બાબત છે. વિટામીન ડીને સૂર્યપ્રકાશ વિટામીન પણ કહેવામાં આવે છે, કારણ કે વિટામીન ડી ત્યારે બને છે જયારે ચામડી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. વિટામીન ડીની ઉણપથી 17 અલગ-અલગ પ્રકારના કેન્સર, હદય રોગ, મલ્ટીપલ સ્કલારોસીસ, હાઈ બીપી વગેરે બીમારીઓ થઇ શકે છે.

image 20170215 19241 1ynym4v ચેતવણી: વિટામીન ડીની ઉણપ બની શકે છે પ્રોસ્ટેટ કેન્સરનું કારણ

જાકે, તાજેતરમાં થયેલ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, વિટામીન ડીની ઉણપથી પુરુષોમાં કેન્સરની શક્યતા પણ વધી જતી હોય છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, વિટામીન ડીની ઉણપથી પુરુષોમાં પ્રોટેસ્ટ કેન્સરની શક્યતા વધારે રહે છે. આ સંશોધન એટલા માટે મહત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી માત્ર એમ માનવામાં આવતું હતું કે, વિટામીન ડીની ઉણપથી માત્ર સ્વાસ્થ્યને લગતી સામાન્ય તકલીફો જ થતી હોય છે.

vitamin D foods ચેતવણી: વિટામીન ડીની ઉણપ બની શકે છે પ્રોસ્ટેટ કેન્સરનું કારણ

જાકે, આ ગંભીર બાબતને લઈ હવે ચિકિત્સકોને સારવાર માટે નવી પદ્ધતિઓ વિકસાવવા માટે મદદ મળશે. ડોકટરો હવે જાણી શકશે કે પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત વ્યક્તિની વિટામીન ડીની સમસ્યા દૂર કરવામાં આવે.જો વિટામીન ડીની સમસ્યા દૂર કરવામાં આવે તો કેન્સરની પણ સારવાર થઇ શકે તેમ છે.

bask in the sun vitamin d may reduce risk of liver cancer ચેતવણી: વિટામીન ડીની ઉણપ બની શકે છે પ્રોસ્ટેટ કેન્સરનું કારણ

અમેરિકામાં અંદાજે 30 થી 100 ટકા સુધીના લોકોમાં તેમની ઉમર અને સમુદાયના વાતાવરણના આધારે વિટામીન ડીની ખામી જોવા મળે છે. અમેરિકાની ફ્રિનબર્ગ સ્કુલ ઓફ મેડિસીન દ્વારા કરવામાં આવેલ આ સંશોધનના મુખ્ય લેખક એડમ મર્ફીએ જણાવ્યું હતું કે, વિટામીન ડીની ઉણપ પ્રોસ્ટેટ કેન્સરની ભવિષ્યવાણી કરી શકે છે.

vitamin d ચેતવણી: વિટામીન ડીની ઉણપ બની શકે છે પ્રોસ્ટેટ કેન્સરનું કારણ

મર્ફીએ જણાવ્યું હતું કે, વિટામીન ડીને હાડકા સંબંધિત અને અન્ય બિમારીઓ માટે એક બાયોમાર્કર માનવામાં આવે છે. મોટાભાગના લોકો વિટામીન ડીની ઉણપની ચિંતા કરતા નથી. વિટામીન ડીની ઉણપના ખાસ કોઈ લક્ષણો જોવા મળતા નથી. પરંતુ ગંભીર કિસ્સાઓમાં વિટામીન ડીની ઉણપના કારણે હાડકાઓ પાતળાં અને બરડ થઇ જતા હોય છે. જેથી દરેક પુરુષોએ પોતાના શરીરમાં વિટામીન ડીની તપાસ સમયસર કરાવવી જ જાઈએ. તેમજ જો શરીરમાં વિટામીન ડીનું પ્રમાણ ઓછુ જણાય તો  તેને તાત્કાલિક કંટ્રોલમાં કરવાનો પ્રયત્ન કરવો જાઈએ. નહીં તો વિટામીન ડીની આ ઉણપ તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ સંશોધન નિબંધ ક્લેનિકલ ઓફ ઓન્કોલોજી નામના જર્નલમાં પ્રકાશિત થયું છે.