Not Set/ જામનગરમાં ગાંજાના જથ્થા સાથે 4 ઝડપાયા, 2 આરોપીની અગાઉ પણ થઈ ચૂકી છે ધરપકડ

જામનગરમાં ગાંજાના જથ્થા સાથે 4 શખ્સ ઝડપાયા છે. 10 કિલો 300 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા છે. 4,48,200ના મુદ્દામાલ સાથે 4 શખ્સની અટકાયત કરાઈ છે.

Gujarat Others
ગાંજાના જથ્થા
  • જામનગરમાં ગાંજાના જથ્થા સાથે 4 શખ્સ ઝડપાયા
  • 10 કિલો 300 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા
  • 4,48,200ના મુદ્દામાલ સાથે 4 શખ્સની અટકાયત
  • 2 આરોપીઓ અગાઉ ગાંજાના કેસમાં ઝડપાઇ ચુક્યા છે

ગુજરાતમાં દિન-પ્રતિદિન ખુલ્લેઆમ નશાનો વેપારનો દોર ધમધમાટ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે, ગુજરાતમાં છેલ્લા સમહીથી કરોડો રુપિયાનો નશો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે વધુ એક વખત જામનગરમાં ગાંજાના જથ્થા સાથે 4 શખ્સ ઝડપાયા છે. 10 કિલો 300 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા છે. 4,48,200ના મુદ્દામાલ સાથે 4 શખ્સની અટકાયત કરાઈ છે. 2 આરોપીઓ અગાઉ ગાંજાના કેસમાં ઝડપાઇ ચુક્યા છે.

આ પણ વાંચો : બાવળા-બગોદરા હાઈવે પર અજાણ્યા શખ્સોએ ઝેરી ખોરાક ઠાલવતા 7 ગાયના મોત

આ દરોડાની વિગત એવી છે કે, જામનગરની એસ.ઓ.જી. શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગરના ચાર નામચીના શખ્સો સલીમ ઉર્ફે સલિયો વલીમામદ માકોડા, રાહુલ ઉર્ફે કારો રાજુભાઈ દંતેશરીયા, તુષાર ઉર્ફે ટકો હરીશભાઈ ગણાત્ર અને મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો ઉમેદસિંહ જાડેજા નામના શખ્સો નશાના કારોબારની સાથે જોડાયેલા છે, અને બહારગામથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને આયાત કરીને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :ગાંડા બાવળમાંથી બિસ્કીટ કે કોફી પણ બની શકે…

જે ચોક્કસ બાતમીના આધારે આજે મોીડી સાંજે એસ.ઓ.જી. શાખાની ટુકડીએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન જી.જે.10 ડીએ 2016 નંબરની ઈકો કાર પસાર થતાં તેને આંતરીને તલાશી લીધી હતી. પકડાયેલા શખ્સો પૈકીના સલીમ માકોડા અને રાહુલ દતેસરીયા ગત વર્ષ દ્વારકાના ગાંજાના કેસમાં પકડાઈ ચુક્યા હોવાનું પોલીસ સુત્રો જણાવે છે.

આ પણ વાંચો :શું રાજ્યમાં ફરી બિલ્લિ પગે કોરોના પોતાનો પગ પેસારો કરી રહ્યું છે ?

આ પણ વાંચો :  CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ એક કરોડ મોકલી આપજો, નહીં તો.. : સોશિયલ મીડિયા પર CMને મળી ધમકી

આ પણ વાંચો :Pm ગતિ શક્તિ યોજનાના વિકાસ માટે ગાંધીનગર ખાતે બેઠક યોજાશે, આવો જાણીએ તેની ખૂબીઓ