30 જાન્યુઆરી 2021 એટલે “ગાંધી નિર્વાણ દિન” કે “શહીદ દિન” અને 30 જાન્યુઆરી 2021 એટલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ પણ ખરુ જ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે સતત 11મા વર્ષે પણ `મેઘાણી@125’ અંતર્ગત તેમની જન્મભૂમિ ચોટીલા ખાતે `ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે’ સ્વરાંજલિ-મૌનાંજલિનો કાર્યક્ર્મ યોજાશે. આવી છે આ કાર્યક્રમની વિગતો અને સંપૂર્ણ રુપરેખા.
નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનંઘ સંસ્કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે.
સવારે 10.00 કલાકે ઝવેરચંદ મેઘાણીનાં ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થશે.
ત્યાર બાદ સવારે 10.30થી 12.30 સુધી એન. એન. શાહ સ્કૂલ (મનહર પાર્કથી આગળ) ખાતે શહીદોને સ્વરાંજલિ-મૌનાંજલિનાં કાર્યક્ર્મનું ઈન્ટરનેટ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે : www.eevents.tv/meghani.
ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરશે. કસુંબીનો રંગ, રક્ત ટપકતી સો સો ઝોળી, શિવાજીનું હાલરડું, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, ઝંડા અજર અમર રે’જે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, છેલ્લો કટોરો ઝેરનો, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-ક્ન્યા જેવાં આજે પણ લોકહૈયે ગુંજતા અમર મેઘાણી-ગીતો રજૂ થશે. વાદ્ય-વૃંદ હિતેશ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), કુલદીપ વાઘેલા (મંજીરા) સાથ આપશે.
સવારે 11 કલાકે સાયરન વાગતા જ શહીદોને મૌનાંજલિ અર્પણ થશે.
@ દેવજી ભરવાડ, સુરેન્દ્રનગર… મંતવ્ય ન્યૂઝ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
