Not Set/ સુરત : ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના વેપારીની ચાકૂ મારીને કરાઇ હત્યા

સુરત, સુરતના સલાબતપુરા વિસ્તારમાં  શુક્રવારે સાંજે મોટી બેગમવાડી ખાતે આવેલી શુભમ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પર દુકાનમાં જ કામ કરતા કર્મચારીએ ચાકૂ વડે જીવલેણ હુમલો કરીને ભાગી ગયો હતો.ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં સારવાર દરમિયાન વેપારીનું મોત નીપજયું હતું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર શુભમ માર્કેટમાં […]

Gujarat Surat

સુરત,

સુરતના સલાબતપુરા વિસ્તારમાં  શુક્રવારે સાંજે મોટી બેગમવાડી ખાતે આવેલી શુભમ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પર દુકાનમાં જ કામ કરતા કર્મચારીએ ચાકૂ વડે જીવલેણ હુમલો કરીને ભાગી ગયો હતો.ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં સારવાર દરમિયાન વેપારીનું મોત નીપજયું હતું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર શુભમ માર્કેટમાં વેપારી પોતાની દુકાન પર હતો. આ સમયે એક અજાણ્યો યુવકે દુકાનમાં આવ્યો અને વેપારી પર ચાકૂથી હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય વેપારીઓ એકઠા થઈ જતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જ્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

આ ઘટના અને સલાબતપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ચાકૂ જપ્ત કર્યું હતું. સીસીટીવીના આધારે આરોપીની શોધ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.