Sabarkantha News/ સાબરકાંઠાના બેરણાં માં સહસ્ત્રલીંગ ધરાવતી પ્રતિમા સમક્ષ જ્યોત પ્રગટવીને મહાશિવરાત્રી ની ઉજવણી કરાઇ

અહી સવા મણ રૂની દીવેટ પ્રગટાવીને જ્યોત પ્રગટાવવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે આ જ્યોત પ્રગટાવીને ભક્તો વિશ્વકલ્યાણની પ્રાર્થના કરતા હોય છે… સાબરકાંઠાનુ બેરણાં ભક્તી આરાધના માટે જાણીતુ સ્થળ છે અહી 51 ફુટ ઉંચી પ્રતિમા આવેલી છે.

Top Stories Gujarat

Sabarkantha News: સાબરકાંઠાના બેરણાં માં શિવજીની એકાવન ફુટ ઉંચી સહસ્ત્રલીંગ ધરાવતી પ્રતિમા સમક્ષ વિશ્વ કલ્યાણ અર્થે સવા મણ રૂ ની દીવેટ ની જ્યોત પ્રગટવીને મહાશિવરાત્રી ની ઉજવણી કરાઇ હતી… હિંમતનગર ના બેરણાંનુ કંટાળેશ્વર હનુમાનજીનુ ધામ એટલે ભક્તી અને આરાધ્ય ભાવના વ્યક્ત કરવાનુ અનોખુ ધામ છે. અરવલ્લી ની ગીરીમાળાઓ વચ્ચે આવેલુ આ ધામ શિવરાત્રી આવતા જ જાણે કે ભક્તી ભાવનો અભુતપુર્વ અહેસાસ કરાવી દે છે. ભક્તી ભાવ કરવા માટે શિવભક્તો માટે આ અનોખુ સ્થળ છે અહી ભક્તો શિવજીની પ્રતિમા આગળ પ્રગટાવેલા જ્યોત માં ઘીની આહુતી આપીને ભક્તીભાવ પ્રગટ કરાતો હોય છે.

અહી સવા મણ રૂની દીવેટ પ્રગટાવીને જ્યોત પ્રગટાવવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે આ જ્યોત પ્રગટાવીને ભક્તો વિશ્વકલ્યાણની પ્રાર્થના કરતા હોય છે… સાબરકાંઠાનુ બેરણાં ભક્તી આરાધના માટે જાણીતુ સ્થળ છે અહી 51 ફુટ ઉંચી પ્રતિમા આવેલી છે જેની પર 1008 શિવલીંગ પણ આવેલા છે અને જેને લઇને આ પ્રતિમા ને સહસ્ત્રલીંગ ધારી શિવજી થી ઓળખવામાં આવે છે. ભક્તો અહી છેલ્લા પંદર વર્ષ થી સવામણ રૂ માંથી પ્રગટાવેલી દીવેટની જ્યોત માં ભક્તો દીવસ ભર આજે ધીની આહુતી આપે છે અને આહુતી આપવા સાથે વિશ્વ કલ્યાણની ભગવાન શિવજીની પ્રાર્થના કરે છે અને મહાશિવરાત્રીની ઉજવણી કરતાં હોય છે… ભગવાન શિવની પુજા અર્ચના સાથે જ વિશ્વના કલ્યાણ માટે ની આ અનોખી શિવરાત્રીના ઉત્સવનો ભક્તો પણ ખુબ લાભ લઇને આનંદની અનુભુતી કરતાં હોય છે…

@દિપકસિંહ રાઠોડ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…

આ પણ વાંચો:સાબરકાંઠાની લીમડા પ્રાથમિક શાળામાં શિક્ષિકાના વિરોધમાં બાળકો નથી જઈ રહ્યાં શાળાએ

આ પણ વાંચો:સાબરકાંઠામાં ધામધૂમથી ઉજવાઈ મારંગ ગોમના જયપાલ સિંહ મુંડાની જન્મજયંતિ