ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર નો ઓચ્ચાયો વર્તાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 890 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,79,097 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 594 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,69,955 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4717 છે.
