Gujarat Local Body Election 2026/ પાલનપુરમાં કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં હવે કોંગ્રેસ (Congress)સામે જ વિરોધ ઉગ્ર બન્યો છે. શહેરના વોર્ડ નંબર 4માં સ્થાનિક રહીશોએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે.
બેનરોમાં સ્પષ્ટ લખાયું છે કે વર્ષોથી ચાલી આવતી સ્થાનિક સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોર્પોરેટરોએ તેમની વાત સાંભળવાનો પણ પ્રયત્ન કર્યો નથી.

વિસ્તારમાં પીવાના પાણીની અછત ગંભીર બની છે અને સમયસર પાણી મળતું નથી. સાથે જ ઉભરાતી ગટરોથી લોકો પરેશાન છે, જેના કારણે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
આ પરિસ્થિતિથી કંટાળેલા રહીશોએ કોંગ્રેસ સામે ખુલ્લો રોષ વ્યક્ત કરી, બેનરો દ્વારા કોંગ્રેસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને અનોખો વિરોધ નોંધાવ્યો છે.
