Ahmedabad News: પૂર્વ ગુજરાત રાજ્યના પોલીસ વડા (Former DGP) કુલદીપ શર્મા(Kuldeep Sharma)ને 41 વર્ષ જૂના કેસમાં 3 માસની સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 1984માં કોંગી નેતા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમને અપશબ્દો બોલી અપમાન કરી માર માર્યાનો આરોપ સાબિત થયો છે.
મળતી માહિતી મુજબ કચ્છના નલિયા(Naliya)માં 6 મે 1984એ કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમ સુપરિટેન્ડેન્ટની ઓફિસમાં IPS કુલદીપ શર્માને મળવા ગયા હતા. જ્યાં શર્માએ નેતાનું અપશબ્દો બોલી અપમાન કર્યું હતું, એટલુું જ નહીં સાથી અધિકારીને બોલાવીને માર માર્યો હતો. નલિયામાં અબ્દુલ્લા હાજી એક કેસમાં પોલીસ પૂછપરછ દરમિયાન હેરાનગતિ ન થાય તે માટે એસપીને વિનંતી કરી હતી, પરંતુ કુલદીપ શર્માએ તેમની સાથે અસભ્યતાપૂર્વક વર્તણૂક કરી હતી.
જે મામલે એસપીએ અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમને તમે શેઠ છો? તેમ પૂછ્યું હતું તો તેમને પ્રત્યુત્તર આપતા કહ્યું કે, લોકો મને ઈભલા શેઠ તરીકે ઓળખે છે અંતે બોલાચાલી થઈ શેઠને માર મારતા કુલદીપ શર્મા વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. 41 વર્ષ બાદ કોર્ટે પૂર્વ ડીજીપીને દોષિત ઠેરવ્યા છે.
આ પણ વાંચો:આસામ સરકાર પર સુપ્રીમ કોર્ટ કડક બન્યું! દોષિતોને દેશનિકાલ કરવાનો આદેશ
આ પણ વાંચો:નલિયા ગેંગ રેપ, આરોપીઓ દોષિત નહીં, દોષિત કોણ?
આ પણ વાંચો:હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ફરિયાદી દોષિત ઠર્યા, પેન્શન કાપની સજા
