Gujarat Local Body Election 2026/ સુરત વોર્ડ-3માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે રાજકીય ગરમાવો પકડી ચૂકી છે. આ રાજકીય ગરમાવો ફક્ત રાજકીય પક્ષો અને તેમના કાર્યકરો પૂરતો જ સીમિત રહ્યો નથી. આ રાજકીય ગરમાવો મતદારો સુધી પણ પહોંચી ગયો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે રાજકીય ગરમાવો પકડી ચૂકી છે. આ રાજકીય ગરમાવો ફક્ત રાજકીય પક્ષો અને તેમના કાર્યકરો પૂરતો જ સીમિત રહ્યો નથી. આ રાજકીય ગરમાવો મતદારો સુધી પણ પહોંચી ગયો છે. રાજકીય પક્ષો વચ્ચે તો ચૂંટણી પ્રચાર, ચૂંટણી અભિયાન, ઉમેદવારોને તોડવા, તોડબાજી, ઉમેદવારને બેસાડી દેવા, દબાણ લાવવુ, આયારામ-ગયારામ, રાજકીય અસંતોષ બધુ જ ચાલે છે.

હવે આ ચૂંટણીમાં રાજકીય પક્ષો જ નહીં પણ જાણે ઉમેદવાર પર મેદાનમાં ઉતર્યા છે. પ્રચાર માટે જનારા ઉમેદવારોને મતદારો સવાલો પૂછી-પૂછીને હાલત ખરાબ કરી નાખે છે. સુરતમાં આવું વોર્ડ-03માં થયું હતું. ચૂંટણી લડવા માટે ઉમેદવાર બનેલા ભાજપના ઉમેદવારોનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જનતાએ ઉમેદવારોને હિસાબ માટે ઘેરી લીધા હતા. તેમની પાસેથી પાંચ વર્ષના કામનો હિસાબ માંગ્યો હતો. પ્રશ્નોનો જવાબ ન મળતા પ્રચાર અટકાવવામાં આવ્યો હતો.

મહિલાઓ ઉમેદવારોને એવા કડક સવાલો પૂછ્યા હતા કે ઉમેદવારોની ભોં ભારે થઈ ગઈ હતી. જનાક્રોશની સામે જનસેવકો સ્તબ્ધ થઈ ગયા હતા. તેમને પહેલી જ વખત અહેસાસ થયો હતો કે લોકોના પ્રશ્નો ખૂબ છે અને ઉમેદવારના હાથ હંમેશા બંધાયેલા હોય છે, તે પક્ષની ગાઇડલાઇનથી આગળ જઈ શકતો નથી. તેના કારણે તેણે લોકોના જવાબ આપવા જતાં પક્ષની ગાઇડલાઇન ભૂલી જવી પડે તેવી સ્થિતિ હોય છે.

સુરતમાં ગયા વખતે આમ પણ સુરતી લાલાઓએ ભાજપને પોતાની બેઢી માનીને કામ કરતા ઉમેદવારોને પદાર્થપાઠ શીખવાડ્યો હતો. આ વખતે પણ તેનું પુનરાવર્તન થાય તો આશ્ચર્ય નહીં લાગે. સ્થાનિક સ્તરે પ્રશ્નો ઘણા છે, પરંતુ જોઈએ તેટલી ઝડપથી ઉકેલ આવતો નથી. ગટરના પાણીથી લઈને ચોમાસામાં પાણી ભરાવવા સુધીની અનેક સમસ્યાઓ હજી જેમની તેમ છે. પણ તંત્રના પેટનુ પાણી હલતુ નથી. કોર્પોરેટરો તંત્ર પર અને તંત્ર ફંડ આવ્યું નથી તેમ કહીને હાથ ખંખેરી નાખે છે. પણ સ્થિતિ લોકોની ખરાબ થાય છે.


આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ