Not Set/ કોરોના સંક્રમણને લઈ અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડતી 16 ST બસ કરાઈ બંધ

રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લાવવા તમામ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Gujarat Others

રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લાવવા તમામ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા એસટી વિભાગ દ્વારા અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી 16 બસને બંધ કરવામાં આવી છે. રાત્રે 9થી સવારના 6 વાગ્યા વચ્ચે બન્ને શહેરો વચ્ચે દોડતી એસટી બસને બંધ કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગરની 32 ટ્રીપ બંધ કરવાનો એસટી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ભાજપના રાજમાં ખનિજચોરો બેફામ: લલિત વસોયા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા રાત્રે 9 વાગ્યાથી રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યુ છે, જે સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા શનિવાર અને રવિવારે મલ્ટીપ્લેક્સ, મોલ, પાર્કને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMTS-BRTS બસને પણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં લોકડાઉન થશે કે નહીં ?, મુખ્યમંત્રીએ આપ્યા આ સંકેત

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં 24 કલાકમાં 1415 નવા કેસ 4 મહિના બાદ ગુજરાતમાં 1415 કેસ શુક્રવારે 24 કલાકની અંદર નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ 2,83,864 કેસ થયા છે અને 2,72,332 ડિસ્ચાર્જ​​ થયા છે.​​​​​ અગાઉ 20 નવેમ્બરે 1420 કેસ નોઁધાયા હતા, જ્યારે 948 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તાર તથા સુરેન્દ્રનગરમાં 1-1 મળી કુલ 4 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક 4,437 થયો છે. 13 જાન્યુઆરી બાદ પહેલીવાર રાજ્યમાં 4 દર્દીનાં મોત થયાં છે.