@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ચોટીલાનાં પીપળીયા (ધા) ગામની સીમમાં દિપડાએ ખેડૂતની વાછર નું મારણ કર્યુ છે. દીપડાએ બે દિવસમાં બે પશુંઓ સહીત શ્વાનનુ મારણ કર્યુ હોવાથી લોકોમા ફફડાટ જોવાં મળી રહ્યો છે. ત્યારે ઠાંગા વિસ્તારમાં દિપડાનાં ધામાથી માલધારી અને ખેડૂતોમાં ભયનો માહોલ છે.
ગુજરાત: ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા 10 ઓક્સિજન કોનસન્ટ્રેટર મશીન ફાળવવામાં આવ્યા
ચોટીલનાં પીપળીયા ગામની સીમમાં રાત્રીનાં સમયે ખેડૂત દલપત પોપટભાઈ ડાભીની ખેતરે બાંધેલી વાછરડીનું દિવડાએ મારણ કર્યુ છે. ખેતરમાં દિપડાનાં પગનાં નિશાન હોય તેવુ પણ જોવાં મળી રહ્યુ હતુ. ત્યારે એકબાજુ ચોમાસુ નજીક આવતું હોવાથી ખેડૂતો ખેતી કામમાં ખેતરમાં કામગીરીની મોસમ ચાલતી હોવાથી જંગલી પ્રાણીઓ દહેશત હોવાથી તે દરમિયાન એકબાજુ ખેતીની લાઇટો પણ રાત્રે આવતી હોવાથી ખેડૂતોને પણ ખેતરે જવા માટે ડર સતાવી રહ્યો છે. ત્યારે ચોટીલા પીજીવીસીએલ દ્વારા ખેતી માટેની વિજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ: સોની ફળિયામાં બિસ્માર રોડને લઈને રહીશો, દુકાનદારોએ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો
પીપળીયા ગામનાં ખેડૂતોનાં પશુંઓનું મારણ કરી ભોજન દિપડો કરી ગયાની આશંકાથી પીપળીયા ગામની સીમમાં અવાર-નવાર દિપડો દેખા દેતો હોવાથી ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવાં મળી રહ્યો છે. ત્યારે પીપળીયા ગામની સીમમાં બે દિવસમાં બે પશુ સહીત શ્વાનનું દિવડાએ મારણ કર્યુ હોવાથી ખેતરો પર રહેતા ખેડૂતોમાં પણ એક ચિંતા ઊભી થવા પામી છે. ત્યારે ચોટીલા વનવિભાગ દ્વારા પાંજરુ રાખીને દિપડાને વહેલી તકે પકડી પાડે તેવી સ્થાનીક ખેડૂતોની માંગ છે.

