સ્પષ્ટતા/ કોવેક્સિનમાં ગાયના વાછરડાનું સીરમની અફવા, સરકારે જણાવ્યું સત્ય

વિશ્વભરમાં વેરો કોષના વિકાસ માટે વિવિધ પ્રકારના ગૌવંશ અથવા અન્ય પ્રાણી ઓના સીરમનો ઉપયોગ કરવામાં આવે  છે. આ વૈશ્વિક માનક પ્રક્રિયા છે, પરંતુ તેનો ઉપયોગ પ્રારંભિક તબક્કે જ થાય છે.

Top Stories India

કોવેક્સિન કોરોના દેશી રસીને લઈને સોશિયલ મીડિયા પર આજે ભારે ચર્ચાઓ ચાલી હતી. આ તમામ અફવાઓનું ખંડન કરતા કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. અને જણાવ્યું છે કે, આ રસીમાં છેલ્લા ઘણા દિવસોથી એક ગાયના નવજાત વાછરડાનું લોહી ભેળવવાની વાત સોશ્યલ મીડિયા ચાલી રહી હતી. કેન્દ્ર સરકારે આ દાવાને નકારી કાઢતા કહ્યું છે કે આ કેસમાં હકીકત જુદી છે. અને તમામ હકીકતને તોડી મરોડી ને ખોટી રીતે ફેલાવવામાં આવી રહી છે.

सरकार की सफाई

આરોગ્ય મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો કોષોની તૈયારી અને વિકાસ માટે થાય છે. આપને  જણાવી દઈએ કે કોંગ્રેસના સોશ્યલ મીડિયા ડિપાર્ટમેન્ટના નેશનલ કન્વીનર ગૌરવ પાંધીએ એક આરટીઆઈ જવાબને ટાંકીને આરોપ લગાવ્યો હતો કે રસી બનાવવા માટે 20 દિવસના નવજાત વાછરડાની હત્યા કરવામાં આવે છે.

सरकार की सफाईમંત્રાલયે જણાવ્યું હતું કે વિશ્વભરમાં વેરો કોષના વિકાસ માટે વિવિધ પ્રકારના ગૌવંશ અથવા અન્ય પ્રાણી ઓના સીરમનો ઉપયોગ કરવામાં આવે  છે. આ વૈશ્વિક માનક પ્રક્રિયા છે, પરંતુ તેનો ઉપયોગ પ્રારંભિક તબક્કે જ થાય છે. રસીના ઉત્પાદનના છેલ્લા તબક્કામાં તેનો કોઈ ઉપયોગ નથી. આ રીતે તેને રસીનો ભાગ કહી શકાય નહીં. મંત્રાલયે જણાવ્યું કે, ઘણા દાયકાઓથી તેનો ઉપયોગ પોલિયો, હડકવા અને ઈન્ફલ્યુએન્ઝાની દવાઓ માટે કરવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે વિકસિત થયા પછી વેરો કોષો ઘણીવાર પાણી અને રસાયણોથી ધોવાઇ જાય છે. આ પ્રક્રિયાને બફર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આ વેરો સેલ વાયરલ વૃદ્ધિ માટે કોરોના વાયરસથી ચેપ ગ્રસ્ત કરવામાં આવે છે.

सरकार की सफाईફક્ત આ જ નહીં, વાયરલ વૃદ્ધિની પ્રક્રિયામાં વેરો સેલ્સ સંપૂર્ણ નાશ પામે છે. આ પછી આ નવો વાયરસ પણ નિષ્ક્રિય કરવામાં આવે છે. ત્યારબાદ ફક્ત આ તૈયાર થયેલા વાયરસનો ઉપયોગ રસી તૈયાર કરવા માટે કરવામાં આવે છે. આ રીતે ઘણી બધી પ્રક્રિયાઓ છે અને છેલ્લા રાઉન્ડમાં વાછરડાના સીરમનો ઉપયોગર ખોટી વાત છે. તે સ્પષ્ટ છે કે રસીમાં વાછરડાનું સીરમ નથી.

सरकार की सफाई

આ અગાઉ ગૌરવ પાંધીએ ટ્વીટ કર્યું હતું કે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ રસી બનાવવા માટે કરવામાં આવે છે. આ માટે, 20 દિવસથી ઓછી ઉંમરના વાછરડાની હત્યા કરવામાં આવે છે. પાંધીએ એક આરટીઆઈના જવાબમાં મળેલા દસ્તાવેજો શેર કર્યા હતા.