Patan News: પાટણ (Patan) જિલ્લામાં નર્મદા યોજના (Narmada Yojana)ની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે મુખ્યમંત્રી વતી વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) જણાવ્યું કે તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ 202064 હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે.
આ અંગે મંત્રીએ જણાવ્યું કે પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત 6 શાખા નહેરોનો સમાવેશ થાય છે. જે અંતર્ગત બોલેરા શાખામાં 38950 હેક્ટર, રાજપુરા શાખામાં 51448 હેક્ટર, અમરાપુરામાં 36246 હેક્ટર, ઝીંઝુવાડામાં 4312 હેક્ટર, રાધનપુર શાખામાં 47086 હેક્ટર અને કચ્છ શાખા નહેરમાં 24022 હેક્ટર એમ કુલ 6 શાખા નહેરોનો સમાવેશ થાય છે. જેના દ્વારા કુલ 202064 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. વધુમાં, નર્મદા યોજના અંતર્ગત નક્કી થયેલા કમાન્ડ વિસ્તાર પૈકી સમગ્ર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો:’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 49 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે
આ પણ વાંચો:વિધાનસભા ગૃહમાં હોબાળો, નર્મદાની કલ્પસર યોજનાને લઇને કોંગ્રેસ અને ભાજપ આમને સામને
આ પણ વાંચો:ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી,ટૂંકમાં સત્તાવાર જાહેરાત