Junagadh News : જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બનતા સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. જેમાં જાહેરમાં હથિયાર લઈને ફરતો શખ્સ ઝડપાતા ચકચાર મચી છે. ધરપકડ કરાયેલો શખ્સ કાળવા ચોકમાં એક યુવકને ધમકાવતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
આ શખ્સ ધારિયા સાથે આ યુવકને ધમકી આપતો હતો. આ યુવક પાસે તે બળજબરીપુર્વક પૈસાની માંગણી કરતો હતો. જોકે યુવાને પૈસા આપવાનો ઈન્કાર કરતા તેણે યુવક પર હૂમલો કર્યો હતો. તેણે યુવક પર હૂમલો કરતા તેને પગમાં ઈજા પહોંચી હતી. તપાસમાં આરોપીનું નામ વિજય ચુડાસમા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વિજય ચુડાસમાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:દેવગઢ બારીયામાં પરણિતાના આપઘાત મામલામાં મોટો ખુલાસો
આ પણ વાંચો:અમદાવાદ નજીકના ધોળકામાં પત્નીએ સગા ભાઈ સાથે સેક્સ માણતાં પતિએ કર્યો આપઘાત
આ પણ વાંચો:મિત્ર રૂમની રખેવાળી કરતો અને યુવકે દુષ્કર્મ આચર્યું : બદનામીના ડરથી યુવતીનો આપઘાત
