વિરમગામમાં 21 વર્ષિય માનસિક રીતે અસ્વસ્થ યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. એક રિક્ષામાં યુવતીનું અપહરણ કરીને ઝાડીઓમાં લઈ જવામાં આવી હતી અને પાંચ શખ્સોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીની માતાએ ટાઉન સ્ટેશન પર 5 લોકો વિરુદ્ધ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાના કલાકોમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. બે આરોપી ફરાર છે.
પીડિતા દ્વારા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તે શહેરના કાસમપુરા નજીક તેના માતા-પિતા સાથે રહે છે. તેના લગ્ન કાસલા તાલુકાના એક ગામમાં થયા હતા, પરંતુ માનસિક બીમારીને કારણે યુવતીને છૂટાછેડા થઇ ગયા હતા. જેના કારણે તે તેના માતા-પિતા સાથે રહે છે.
15 ઓગસ્ટે તેની માતા કામ પર ગઈ હતી. દરમિયાન 21 વર્ષની યુવતી ઘરે હતી. પરંતુ જ્યારે તેની માતા ઘરે પરત ફરી હતી ત્યારે તે ગુમ હતી. જે બાદ તેની શોધખોળ શરૂ કરાઈ હતી. પોલીસે જણાવ્યું કે, રાત્રે 11 વાગ્યે રાહુલ પંચભાઇ ભરવાડ નામના શખ્સે ઓટો રીક્ષામાં યુવતીનું અપહરણ કર્યું હતું. આ પછી તે તેને ઇદગાહની પાછળની ઝાડીઓમાં લઈ ગયો હતો.
જ્યાં તેણે યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેણે તેના મિત્રોને ફોન કર્યો. તેના મિત્રોએ પણ એક પછી એક યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી. પોલીસે જણાવ્યું કે ફરિયાદના પગલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બંને આરોપીઓ ફરાર હોવાનું જણાવાયું છે. માનસિક સ્થિતિ બગડતાં મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
દુષ્કર્મી
આરોપી (1) રાહુલ પાંચાભાઇ ભરવાડ, (2)મફાભાઇ પાંચાભાઇ ભરવાડ (3)દશરથભાઇ રાજાભાઇ ભરવાડ (4) લાખાભાઇ વનાભાઇ ભરવાડ અને અન્ય (5) અજાણ્યા માણસ તમામ રહે. રામમહેલ મંદિર પાસે, વિરમગામ સામે ગુન્હો નોંઘાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન
