Not Set/ જુગારીઓને નથી કોરોના કે કાયદાનો ખોફ, મોરબીમાંથી ઝડપાયા આઠ જુગારી

કહેવત છે કે જુગારીઓને ફકત જુગાર રમવાનો મોકો મળવો જોઈએ બસ….જે જગ્યાએ ચાર જુગારીઓ ભેગા થાય ત્યાં તેવો જુગારની પ્રવુતિ શરૂ કરી દેતા હોય છે. એક તરફ કોરોનાનો કહેર યથાવત છે ત્યારે જુગારીઓને નતો કોઈ કોરોનાનો ખોફ છે નતો કોઈ કાયદાનો ખોફ છે તેમ તેવો બિન્દાસ્ત પણે જુગાર ધામ ચલાવી રહ્યા છે અને આવા ઈસમો […]

Gujarat

કહેવત છે કે જુગારીઓને ફકત જુગાર રમવાનો મોકો મળવો જોઈએ બસ….જે જગ્યાએ ચાર જુગારીઓ ભેગા થાય ત્યાં તેવો જુગારની પ્રવુતિ શરૂ કરી દેતા હોય છે. એક તરફ કોરોનાનો કહેર યથાવત છે ત્યારે જુગારીઓને નતો કોઈ કોરોનાનો ખોફ છે નતો કોઈ કાયદાનો ખોફ છે તેમ તેવો બિન્દાસ્ત પણે જુગાર ધામ ચલાવી રહ્યા છે અને આવા ઈસમો સામે કાયદાનું ભાન કરાવવા માટે પોલીસ દ્વારા કમર કસવામાં આવી રહી છે.

 

તાજેતરની વાત કરીએ તો મોરબી પંથકમાં બારેમાસ જુગારની મોસમ જોવા મળે છે અને જુગારીઓ ગમે ત્યાં અડો જમાવતા હોય છે ત્યારે મોરબી બી ડીવીઝન પોલીસે વિસીપરામાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ઝડપ્યા હતા.

 

મોરબીના વિસીપરા પ્રજાપત કારખાના પાછળ વાડી વિસ્તારમાં જુગારની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રાહુલ રાજેશભાઈ અગેચણીયા, ઇમરાન કરીમ પઠાણ, કાનજી ધનજી ઇંદરીયા, રાકેશ લઘુ મોરવાડિયા, દીપક કેશુભાઈ અગેચણીયા, રવિ સામત અગેચણીયા, વિજય રસિક અગેચણીયા અને ભીમજી મકન અગેચણીયા રહે બધા વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૫,૫૦૦ જપ્ત કરી છે.