સરખેજ માં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
ઉત્તરપ્રદેશ ના રાધેશ્યામ મિશ્રા ની ધરપકડ
આરોપીએ બાળકી નું અપહરણ કર્યું
25 કિમી સુધી બાળકી ને બાઈક પર લઈને ફરતો રહ્યો
અવાવરું જગ્યાએ દુષ્કર્મ આચરી બાળકીને મૂકી ગયો
અમદાવાદ શહેરના બોપલ આંબલી રોડ પર રામેશ્વર ફાર્મ નજીક મજુરી કામ કરતાં શ્રમજીવી પરિવારની બાળકી ઘર બહારથી ગુમ થઈ હતી. તેના પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કરી પણ બાળકી મળી નહોતી. અંતે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ મામલે સરખેજ પોલીસે સીસીટીવી તેમજ અલગ અલગ જગ્યાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો મળ્યો નાં હતો. આ દરમિયાન બીજા વહેલી સવારે પાંચ વાગ્યે ઘર નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી બાળકી રડતી હાલતમાં મળી આવી હતી.
આ અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાઈ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સ ના આધારે તેની ધરપકડ કરી છે. આરોપીએ બિસ્કિટ ખવડાવવાના બહાને બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યું હતું.
દ્રશ્યો ના સીસીટીવી ફૂટજે માં બાઈક પર ફરતો આ શખ્સ સ્પષ્ટ જણાઈ આવતો હતો. આરોપીનું નામ રાધેશ્યામ મિશ્રા છે. આરોપીએ અઢી વર્ષની માસૂમ દીકરી ને પોતાના હવસ નો શિકાર બનાવી હતી. સરખેજમાં રહેતા શ્રમજીવી પરિવાર ની અઢી વર્ષની દીકરી ઘર નજીક રમી રહી હતી, ત્યારે આ નરાધમે બાળકીને બિસ્કિટ ખવડાવવા ની લાલચ આપી અને બાઈક પર તેનું અપહરણ કરી લીધું હતું. બાળકી ને સરખેજ, હેબતપુર અને બાવળા વિસ્તારમાં 25 કીમી સુધી બાળકીને બાઈક પર ફેરવી હતી. એક અવાવરું સ્થળે લઈને જઈને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી બપોરે 3 વાગે બાળકી નું અપહરણ કરીને લઈ ગયો હતો. અને સવારે 5 વાગે ઘર નજીક મૂકી ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી રાધેશ્યામ મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશનો છે. છેલ્લા 5 વર્ષ થી અમદાવાદમાં રહે છે. અને સિક્યુરિટી ગાર્ડ ના સુપરવાઇઝ તરીકે નોકરી કરે છે. બાળકીના ઘર નજીક પણ તેને બે સિક્યુરિટી ગાર્ડને મુક્યાં હતા. જેથી તેની ચકાસણી માટે પહોંચ્યો અને ત્યાં આ બાળકીને રમતા જોઈ બાળકી નું અપહરણ કર્યું હતું. આરોપી પરણિત છે. અને તેને 13 વર્ષની દીકરી સહિત 3 સંતાન છે. ક્રાઇમ બ્રાન્ચે રાધેશ્યામ ની ધરપકડ કરીને તેનું બાઈક જપ્ત કર્યુ છે.
સરખેજ માં માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના મેડિકલ તપાસ બાદ સામે આવી હતી. આરોપી બિન્દાસ ગુનો કરીને તે જ વિસ્તારમાં ફરતો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજે તેના કારનામા નો પર્દાફાશ કર્યો હતો. આરોપી ફરી સરખેજથી બાઈક લઈને નીકળતા ઝડપાઇ ગયો હતો. હાલ માં ક્રાઇમ બ્રાન્ચે આરોપી ના રિમાન્ડ મેળવવા ની કાર્યવાહી શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
