Rajkot News/ રાજકોટમાં SNK સ્કૂલના વિદ્યાર્થીનું વોલીબોલ રમતા મોત, સમગ્ર પરિવાર શોકમગ્ન

રાજકોટની પ્રતિષ્ઠિત SNK સ્કૂલમાં ધોરણ 12નો વિદ્યાર્થી સોમવારે સ્કૂલ કેમ્પસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વોલીબોલ રમી રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈ ગયો અને જમીન પર પડી ગયો હતો.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:રાજકોટની પ્રતિષ્ઠિત SNK સ્કૂલના મેદાનમાં સોમવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ધોરણ-12 સાયન્સનો તેજસ્વી વિદ્યાર્થી આદિત્ય વાછાણી સહપાઠીઓ સાથે વોલીબોલ રમી રહ્યો હતો ત્યારે અચાનક તે જમીન પર ઢળી પડ્યો હતો.આ જોઈને શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. પ્રાથમિક તબીબી અહેવાલમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક ગણાવાયું છે.

આ ઘટનાએ રાજકોટ (Rajkot) શહેરને હચમચાવી નાખ્યું છે. માતા-પિતાનો એકનો એક દીકરો હોવાથી વાછાણી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.સોમવારે બપોરે 1:30 વાગ્યાની આસપાસ SNK સ્કૂલના મેદાનમાં ધોરણ-12ના વિદ્યાર્થીઓ રમતગમતનો આનંદ માણી રહ્યા હતા.આદિત્ય વાછાણી પણ મિત્રો સાથે વોલીબોલ રમી રહ્યો હતો.

આ રમત દરમિયાન અચાનક તેની છાતીમાં દુખાવો થયો અને તે બેભાન થઈને જમીન પર પટકાયો.સાથે રમતા વિદ્યાર્થીઓએ તુરંત શિક્ષકોને જાણ કરી.શાળાના સ્ટાફે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા.હોસ્પિટલ પહોંચતાં જ ડોક્ટરોએ ECG કર્યું અને CPR આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ આદિત્યને બચાવી શકાયો નહીં.આદિત્યનું મોત એકલો કેસ નથી. ગત બે-ત્રણ વર્ષમાં ગુજરાતમાં 15થી 25 વર્ષની ઉંમરના યુવાનોમાં અચાનક હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્કૂલમાં 10 મિનિટ મોડા આવવા પર શિક્ષકે 100 ઉઠક-બેઠક કરાવતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચો:મહીસાગર લુણાવાડામાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

આ પણ વાંચો:શાળાના ચોથા માળેથી કૂદીને 9 વર્ષના વિદ્યાર્થીનીનું થયું મોત