Mumbai News/ સ્કૂલમાં 10 મિનિટ મોડા આવવા પર શિક્ષકે 100 ઉઠક-બેઠક કરાવતા વિદ્યાર્થીનીનું મોત

મહારાષ્ટ્રના વસઈમાં એક શાળામાં ધોરણ 6 માં ભણતી વિદ્યાર્થિને મોડા આવવા બદલ 100 વખત ઉઠક-બેઠક કરવા માટે મજબૂર કરવામાં આવી. જેથી બીજા દિવસે બાળકીની તબિયત લથળતા બાળકીનું મોત થયુ હતું.

NATIONAL India Trending
Punished for coming 10 minutes late

Mumbai News: બાળ દિવસે મહારાષ્ટ્રના વસઈમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. શ્રી હનુમંત વિદ્યા હાઈસ્કૂલ (સાતીવલી, વસઈ પશ્ચિમ) માં છઠ્ઠા ધોરણમાં ભણતી તેર વર્ષની અંશિકા ગૌરનું ગંભીર સજા ભોગવ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

સ્કૂલમાં 10 મિનિટ મોડા આવવા પર આપી હતી સજા
8 નવેમ્બરના રોજ અંશિકા 10 મિનિટ મોડી શાળાએ પહોંચી હતી. શિક્ષકે તેને અને અન્ય ઘણા વિદ્યાર્થીઓને વર્ગખંડમાંથી બહાર કાઢ્યા અને ઉઠક-બેઠકની સજા આપી હતી. કોઈ વિદ્યાર્થીઓએ 10, કોઈને 20 ઉઠક-બેઠકની સજા આપી હતી પરંતુ ડરના કારણે અંશિકાએ 100 ઉઠક-બેઠક કરી હતી.

ત્યારબાદ સજા પછીના દિવસે અંશિકાની તબિયત બગડવા લાગી હતી. તેણીને પગ અને પીઠમાં દુખાવાના કારણે વસઈ પશ્ચિમની આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તેની હાલત વધુ ખરાબ થતાં તેણીને મુંબઈ રિફર કરવામાં આવી, પરંતુ તેનું મૃત્યુ થયું હતું.

શિક્ષક પર પરિવારનો આપેક્ષ
પરિવારનો ગુસ્સો તે શિક્ષક પર છે જેણે છોકરીને સજા આપી હતી. દીકરી ગુમાવ્યા બાદ, પરિવાર શાળા પ્રશાસનના કાર્યો પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. આ મુદ્દા પર રાજકારણ પણ તેજ બન્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી દોષિત શિક્ષકો સામે ફોજદારી આરોપો દાખલ ન થાય ત્યાં સુધી તે શાળાને ફરીથી ખોલવા દેશે નહીં.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ RSS અને સનાતનીઓ પર આકરા કર્યા પ્રહારો

આ પણ વાંચો:RSS એ મોદીની નિવૃત્તિના સંકેત આપ્યા… કર્ણાટકના મુખ્યમંત્રીનો દાવો, કહ્યું- ભાજપ પાસે દલિત પીએમ બનાવવાની તક છે

આ પણ વાંચો: કર્ણાટક હાઈકોર્ટે ‘X’ ને આપ્યો ફટકો: ભારતમાં કામ કરવા માટે તમારે કાયદાનું પાલન કરવું પડશે