Not Set/ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવ્યા બાદ રાજ્યના DGPએ આપ્યું મહત્વનું નિવેદન, જુઓ

શ્રીનગર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવા માટે મંજૂરી આપ્યા બાદ હવે રાજ્યનું સંચાલન રાજ્યપાલ એન એન વોરાને આપવામાં આવ્યો છે. જો કે હવે રાજ્યપાલ શાસન લાગુ કરાયા બાદ રાજ્યમાં સેનાની આતંકીઓ વિરુધ ચહેલ-પહેલ પણ જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે બુધવારે DGP એસ પી વૈદે જણાવ્યું, “આવનારા સમયમાં આતંકીઓ વિરુધ કરવામાં આવનારી સેનાની કાર્યવાહીમાં […]

Top Stories India

શ્રીનગર,

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવા માટે મંજૂરી આપ્યા બાદ હવે રાજ્યનું સંચાલન રાજ્યપાલ એન એન વોરાને આપવામાં આવ્યો છે. જો કે હવે રાજ્યપાલ શાસન લાગુ કરાયા બાદ રાજ્યમાં સેનાની આતંકીઓ વિરુધ ચહેલ-પહેલ પણ જોવા મળી રહી છે.

ત્યારે આ વચ્ચે બુધવારે DGP એસ પી વૈદે જણાવ્યું, “આવનારા સમયમાં આતંકીઓ વિરુધ કરવામાં આવનારી સેનાની કાર્યવાહીમાં ઝડપી બનાવવામાં આવશે. ગવર્નર શાસનમાં પોલીસ માટે કામ કરવું વધુ સહેલું હશે“.

 

DGP વૈદે વધુમાં જણાવ્યું, “અમારા દ્વારા ઓપરેશન ચાલુ જ રાખવામાં આવશે. રમઝાનના મહિના દરમિયાન ઓપરેશન પર રોક લગાવવામાં આવી હતી. ઓપરેશન પહેલા પણ ચાલતા હતા, પરંતુ હવે તેને વધુ ઝડપી બનાવવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું, “મને લાગી રહ્યું છે કે, આ કારણે કામ કરવું વધુ સહેલું રહેશે. રમઝાનમાં સીઝફાયર દરમિયાન આતંકીઓને ફાયદો પહોચ્યો હતો. આ પવિત્ર મહિના દરમિયાન કેમ્પ પર થનારા હુમલાઓમાં જવાબ આપવા માટે અનુમતી હતી, પરંતુ અમારા પાસે કોઈ પણ જાણકરી નથી. ત્યારે આ આધાર પર ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું ન હતું. આ અરસામાં કેટલાક ભાગોમાં આતંકીઓને ખુબ મદદ મળી હતી”.

રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ શરુ થયા તંત્રમાં બદલાવ

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવ્યા બાદ રાજ્યના તંત્રમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. છત્તીસગઢના ગૃહ મુખ્ય સચિવ બી વી આર સુબ્રમણ્યમને બુધવારે જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવ્યા છે. સુબ્રમણ્યમ ૧૯૮૭ની કેડર બેચના IAS અધિકારી છે.

બી વી આર સુબ્રમણ્યમ ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના પ્રાઈવેટ સચિવ રહ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યપાલ શાસન લગાવવા માટે આપી મંજૂરી 

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર માંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસનલગાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લગાવવા માટે મંજૂરી પણ આપી દીધી છે, ત્યારે છેલ્લા ૪૦ વર્ષમાં રાજ્યમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લગાવવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં હવે ૬ મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે. રાષ્ટ્રપતિની આ મંજુરી બાદ હવે રાજ્યપાલ એન એન વોરા પાસે રાજ્યનો ચાર્જ આવ્યો છે, તો બીજી બાજુ રાજ્યપાલ એન એન વોરા ૨૨૦૮, ૨૦૧૫ અને ૨૦૧૬ પછી હવે ચોથીવાર રાજ્યપાલનો ચાર્જ સંભાળશે.