Not Set/ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ફોડ્યો ટ્વિટર બોમ્બ, કહ્યું, ILFSનો મતલબ આઈ લવ…

નવી દિલ્હી, ફાઈટર પ્લેન રાફેલના સૌદાને લઈ પીએમ મોદી પર સતત હુમલો બોલી રહેલા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે વધુ એકવાર વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નાણાકીય ગોટાળા મામલે હુમલો બોલ્યો છે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર આરોપ લગાવ્યો છે કે, “તેઓએ પોતાની પસંદગીની કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

ફાઈટર પ્લેન રાફેલના સૌદાને લઈ પીએમ મોદી પર સતત હુમલો બોલી રહેલા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે વધુ એકવાર વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નાણાકીય ગોટાળા મામલે હુમલો બોલ્યો છે.

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર આરોપ લગાવ્યો છે કે, “તેઓએ પોતાની પસંદગીની કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસ (IL&FS)ને ડુબવાથી બચાવવા માટે દેશના સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર અટેક કર્યો છે અને LICની પોલીસી લેવાવાળા લોકોના પૈસા છેતરપિંડી કરનારા લોકોને બચાવવા માટે કામ લાગ્યા છે”.

તેઓએ ટ્વિટ કરતા વધુમાં જણાવ્યું હતું કે, “ILFS નો મતલબ આઈ લવ ફાઈનાન્સિયલ સર્વિસ તો નથી”.

આ પહેલા પણ કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો હતો કે, “IL&FS કંપનીને વર્ષ ૨૦૦૭માં ગુજરાત રાજ્યના તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૦ હજાર કરોડ રૂપિયાનો ગીફ્ટ સીટી નામનો પ્રોજેક્ટ બનાવવા માટે આપ્યો હતો. પરંતુ આ પ્રોજેક્ટ હેઠળ કોઈ કામ થયું નથી, પણ એમાં છેતરપિંડી સામે આવી છે”.

મહત્વનું છે કે, IL&FS કંપનીમાં ૪૦ ટકા ભાગ LIC, SBI અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા જેવી સરકારી સંસ્થાઓનો છે. આ લઈને જ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે, કંપનીમાં ૪૦ ટકા ભાગ સરકારી કંપનીઓનો છે તો, તેઓ પર ૯૧ હજાર કરોડ રૂપિયાનું દેવું કેવી રીતે ચઢી ગયું ?