વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમનાં સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. આ નિર્ણય બાદ મોટાભાગનાં ક્રિકેટરો અને ક્રિકેટ એક્સપર્ટ આશ્ચર્યચકિત થઇ ગયા છે. તેમાંથી એક ભારતની મર્યાદિત ઓવરોની ટીમનાં કેપ્ટન રોહિત શર્માનું નામ છે.
આ પણ વાંચો – Covid-19 / વાસી ઉત્તરાયણ બાદ દેશમાં આજે કોરોનાનાં કેસનો આંક પોણા ત્રણ લાખ નજીક પહોંચ્યો
વિરાટ કોહલીનાં ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના નિર્ણયથી રોહિત શર્મા પણ ચોંકી ગયો છે. રવિવારે 16 જાન્યુઆરીએ તેણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જો કે તેણે વિરાટ કોહલીને આ સાથે શુભેચ્છા પણ પાઠવી છે. રોહિત શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વિરાટ કોહલી સાથેની પોતાની એક તસવીર શેર કરી અને તેણે કેપ્શન આપ્યું, “Shocked!! પરંતુ ભારતીય કેપ્ટન તરીકેનાં સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ. વિરાટ કોહલી આગળની યાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” છત્રીસનો આંકડો વિરાટ અને રોહિત વચ્ચે હોવાનું કહેવાય છે, પરંતુ ઘણીવાર બન્નેએ કોઈપણ લડાઈને બાજુ પર રાખી દીધી છે. ભારતની ટેસ્ટ ટીમનાં સૌથી સફળ કેપ્ટન વિરાટ કોહલીએ દેશ માટે 40 ટેસ્ટ મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી 2-1થી હાર્યા બાદ તેણે ક્રિકેટનાં સૌથી લાંબા ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. તેણે ગયા વર્ષે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી અને ડિસેમ્બરમાં ODI ટીમની કેપ્ટનશિપ છીનવાઈ ગઈ હતી. આ પછી રોહિત શર્માને મર્યાદિત ઓવરોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
https://www.instagram.com/p/CYxsaeuKf17/
આ પણ વાંચો – Lockdown / તમિલનાડુમાં બીજા રવિવારે પણ સંપૂર્ણ લોકડાઉન, જાણો ક્યાં સુધી લંબાવવામાં આવ્યા પ્રતિબંધો
માનવામાં આવી રહ્યું છે કે, ભારતની ટેસ્ટ ટીમનાં કેપ્ટન તરીકે રોહિત શર્મા પણ પસંદગીકારોની પહેલી પસંદ હશે. જો ટીમ સ્પ્લિટ કેપ્ટન્સીમાં માને છે તો કેએલ રાહુલને ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવી શકે છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી, પરંતુ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
