Not Set/ ICC દ્વારા આગામી ૫ વર્ષના FTP પ્રોગ્રામની કરાઈ જાહેરાત, ટોચના ૯ દેશો વચ્ચે રમાશે ટેસ્ટ ચેમ્પિયનશિપ

દુબઈ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC) આગામી પાંચ વર્ષ માટે એક ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP)ની ઘોષણા કરવામાં આવી છે, જેમાં ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીની તમામ ટેસ્ટ અને વન-ડે મેચ શામેલ છે. ICC દ્વારા જાહેર કરાયેલા આ FTP પ્રોગ્રામમાં પ્રથમ વાર ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે લીગ શામેલ કરવામાં આવી છે. ICCના એક રિપોર્ટ અનુસાર, FTPને વધુમાં […]

Sports

દુબઈ,

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC) આગામી પાંચ વર્ષ માટે એક ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP)ની ઘોષણા કરવામાં આવી છે, જેમાં ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીની તમામ ટેસ્ટ અને વન-ડે મેચ શામેલ છે.

ICC દ્વારા જાહેર કરાયેલા આ FTP પ્રોગ્રામમાં પ્રથમ વાર ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વન-ડે લીગ શામેલ કરવામાં આવી છે. ICCના એક રિપોર્ટ અનુસાર, FTPને વધુમાં વધુ દ્વિપક્ષીય ક્રિકેટ શરુ કરવા માટેના આશયથી શરુ કરવામાં આવ્યું છે”.

ICC દ્વારા પહેલીવાર શરુ કરવામાં આવી રહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વર્લ્ડની ૯ ટીમો વચ્ચે મેચ રમશે, જેમાં તમામ ટીમો ૬-૬ મેચ રમશે. ૧૫ જુલાઈ ૨૦૧૯ થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ સુધી યોજાનારી આ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચની ટીમ ૩ મેચ ઘરમાં રમશે જયારે ત્રણ મેચ વિદેશમાં રમશે. જયારે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં રમશે.

આ ઉપરાંત ICC દ્વારા ૧૩ દેશો વચ્ચે વન-ડે લીગ શરુ કરવા માટે ઘોષણા કરી છે, જે ૧ મે ૨૦૨૦ થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી યોજાશે. વન-ડે લીગમાં આ તમામ ટીમો બે વર્ષમાં કુલ ૮ સીરીઝ રમશે. નોધનીય છે કે, આ ૧૩ ટીમોમાં ટેસ્ટ મેચ રમવાવાળા ૧૨ દેશ અને ૧૩માં દેશ તરીકે નેધરલેંડ છે.

બીજી બાજુ ICCના FTP પ્રોગ્રામ અનુસાર, ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ લગભગ ૩૦ વર્ષ બાદ વધુ એકવાર મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોક્સિંગ ડે ટેસ્ટ રમશે.

આ પ્રોગ્રામ પ્રમાણે વન-વન-ડે લીગમાં ૨૦૨૩ વર્લ્ડકપ ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ રમાશે. જયારે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી વર્લ્ડ રેન્કિંગમાં ટોચની સાત ટીમ વર્લ્ડકપ માટે ક્વોલિફાઇ થશે.