Sports News: સામે શાનદાર વાપસી કરીને ટાઇટલ જીતી લીધું છે. એક સમયે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને સતત વિકેટો પડી રહી હતી. આવા સમયે મનલ ચૌહાણ (U19) અને મોહિત ઉલ્વાએ જવાબદારી સંભાળી આક્રમક બેટિંગ કરી અને મેચની બાજી પલટી નાખીને ભારતને ચેમ્પિયન બનાવ્યું.
U19 : છેલ્લા બોલે ભારતની રોમાંચક જીત
બંને ટીમો વચ્ચેનો ફાઈનલ મુકાબલો અલ અમરાત ક્રિકેટ ગ્રાઉન્ડ (મિનિસ્ટ્રી ટર્ફ 2) ખાતે રમાયો હતો. પાકિસ્તાની ટીમે ભારતને જીતવા માટે 338 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મેચનું પરિણામ છેલ્લા બોલે આવ્યું હતું, જેમાં મોહિત ઉલ્વાએ વિજયી ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. ભારતે 339/9નો સ્કોર બનાવી ઐતિહાસિક જીત નોંધાવી હતી.
ફાઈનલ સુધીની સફર
ભારતે સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન (Afghanistan)ને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બીજી તરફ, પાકિસ્તાને પહેલી સેમિફાઈનલમાં બાંગ્લાદેશ (Bangladesh)ને 9 વિકેટથી હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજમાં પણ બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાને ભારતને 3 વિકેટથી હાર આપી હતી.
ટૂર્નામેન્ટનો રેકોર્ડ
ભારતીય ટીમ અત્યાર સુધી 8 વાર આ ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશે બે-બે વાર ફાઈનલ જીતી છે, જ્યારે એક વાર અફઘાનિસ્તાનની ટીમ પણ ચેમ્પિયન બની હતી.
આ પણ વાંચો: વિરાટ કોહલી પાસે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક, અંતિમ વનડેમાં 58 રનની જરૂર
આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવનો આવ્યો તોફાન, 285ના સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા 60 રન, મુંબઈને અપાવી શાનદાર જીત
આ પણ વાંચો: ભારતની વન-ડે ઇતિહાસની બીજી સૌથી મોટી હાર: ન્યૂઝીલેન્ડે 244 રનથી હરાવ્યું
