Food Tips/ લાંબા અને ગોળ મરચાંમાં શું અંતર હોય છે? ખરીદતા પહેલા જાણી લો કયા વધારે તીખા હોય છે?

મોટાભાગે લોકો ખાવા માટે લાંબા આકારના સૂકા લાલ મરચા (Red Chilies)નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હવે ગોળ આકારના લાલ મરચાં પણ પસંદ પડવા લાગ્યા છે…

Trending Tips & Tricks Food Lifestyle
Red Chilies....લાંબા સૂકા લાલ અને ગોળ મરચાનો તફાવત જાણો! No 1 hottest Chilly વિશે જાણો!

Food Tips: ભોજનમાં લાલ મરચા (Red Chilies)નો વઘાર પડે તો એનો કેવળ રંગ જ નહિં પરંતુ સ્વાદ પણ અનેકગણો વધી જાય છે! ભારતમાં કેટલાયે પ્રકારના લાલ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે લોકો ખાવા માટે લાંબા આકારના સૂકા લાલ મરચાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હવે ગોળ આકારના લાલ મરચાં પણ પસંદ પડવા લાગ્યા છે. આ બંને મરચા અલગ-અલગ જાતના હોય છે અને એમનો સ્વાદ પણ અલગ હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં 400 થી વધારે પ્રકારના મરચાં ઉગાડવામાં આવે છે. દરેક મરચાની પોતાની અલગ ઓળખ અને સ્વાદ હોય છે. તો ચાલો જાણીએ કે લાલ ગોળ મરચાં અને લાંબા ગોળ મરચામાં શો તફાવત છે? ગોળ સૂકા મરચાં કે લાંબા સૂકા મરચા પૈકી કયા વધુ તીખા હોય છે?

લાંબા સૂકા મરચાં અને ગોળ લાલ મરચાનો તફાવત (Difference Between long red Chilies and round red chilies)

ચાલો જાણીએ કે લાલ ગોળ મરચાં અને લાંબા ગોળ મરચામાં શો તફાવત છે? ગોળ સૂકા મરચાં કે લાંબા સૂકા મરચા પૈકી કયા વધુ તીખા હોય છે?

લાંબા સૂકા મરચાં (long red Chilies)
લાંબા સૂકા મરચાં (long red Chilies)

લાંબા સૂકા મરચાં (long red Chilies)

મોટાભાગે લોકો ખાવા માટે લાંબા આકારના સૂકા લાલ મરચાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હવે ગોળ આકારના લાલ મરચાં પણ પસંદ પડવા લાગ્યા છે. આ બંને મરચા અલગ-અલગ જાતના હોય છે અને એમનો સ્વાદ પણ અલગ હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં 400 થી વધારે પ્રકારના મરચાં ઉગાડવામાં આવે છે.

મોટાભાગના લોકો ભોજન ઉપર વઘાર કરવા માટે કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરે છે. કશ્મીરી લાલ મરચાં લાંબા હોય છે અને પાતળા પણ હોય છે. ખાવામાં આ સૂકા લાલ મરચામાં સૌથી ઓછા તીખા મરચાં હોય છે. જ્યારે એનો રંગ ઘણો જ લાલચટક હોય છે. કશ્મીરી લાલ મરચાનો સ્મોકી વઘાર ભોજનમાં ફ્લેવર સાથે કલર પણ સરસ આપે છે.

તમારે જો ભોજનમાં હળવી તીખાશ જોઈતી હોય તો આંધ્ર પ્રદેશમાં ઉગાડવામાં આવતી ગુંટૂર મિર્ચ (Guntur Chilli) વઘાર માટે ઉત્તમ રહેશે. આ મરચા લાંબા અને લાલ હોય છે અને એ ઉપરાંત સારી એવી તીખાશ ધરાવે છે. દક્ષિણ ભારતીય વાનગીઓમાં વઘાર માટે આ જ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે.

જે લાંબા લાલ મરચાં કર્ણાટકથી આવે છે જેમની ઉપર ઘેરી કરચલીઓ હોય છે. એનો રંગ ઘણો જ લાલ હોય છે અને એ કશ્મીરી લાલ મરચાં જેવી દેખાય છે. લાંબા સૂકા લાલ મરચામાં મોટા ભાગે આ મરચાનો ઉપયોગ ચટણી બનાવવામાં કરવામાં આવે છે.

ભૂત જોલોકિયા અથવો ઘોસ્ટ પેપર (Bhoot Jolokia or Ghost Peper)
ભૂત જોલોકિયા અથવો ઘોસ્ટ પેપર (Bhoot Jolokia or Ghost Peper)

ગોળ લાલ મરચાં (round red chilies)

આજકાલ ઓછા તીખા સ્વાદ માટે અને વઘારને ઓર મજેદાર બનાવવા માટે લોકો લાલ મરચાનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગોળ લાલ મરચાને ચૅરી મિર્ચ પણ કહે છે. આ હાર્ટ શૅપની હોય છે અને ઘણી નાની અને ચમકીલી લાલ હોય છે. આને મોટેભાગે પિમેન્ટો મિર્ચ સમજી લેવામાં આવે છએ જે એક જેવી જ લાગે છે. પરંતુ કેટલાક દેશોમાં આને કૂન ચિલી કહેવાય છે. ચૅરી મિર્ચ (Cherry Pepper)નો સ્વાદ તદ્દન હળવાથી થોડો તીખો હોઈ શકે છે પરંતુ એ એના ઓછા તીખા સ્વાદ અને હળવા સ્વાદ માટે જાણીતી છે. લોકો મોટાભાગે એને વઘાર, સેન્ડવિચ અથવા અથાણામાં ઉપયોગમાં લે છે.

ભારતમાં ગોળ મરચાની એક અન્ય જાતિ છે જે અતિશય તીખી છે અને એ નોર્થઈસ્ટ ના આસામ, નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ પ્રદેશમાં ઉગે છે. આ મરચાને ભૂત જોલોકિયા અથવો ઘોસ્ટ પેપર (Bhoot Jolokia or Ghost Peper) કહે છે. આ ભારતની નાની ગોળ લાલ મરચાની પ્રજાતિનો સ્વાદ અત્યંત તીખો હોય છે. વર્ષ 2007માં આ મરચાંએ દુનિયાનું સૌથી તીખું મરચું હોવાનો ગિનિઝ રેકોર્ડ બનાવ્યો હતો! આ મરચાંની તીખાશ 1,00,00  SHU (Scoville Heat Units) જેટલી નોંધાઈ હતી!


આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!

આ પણ વાંચો:  ઘરે જ બનાવો ઘઉંના લોટમાંથી મેંદો…એક વાર આ પદ્ધતિ જાણી લો…બજારમાંથી નહિં લાવો!

આ પણ વાંચો: ચોમાસામાં મેંદો અને ચણાનો લોટ જીવાતથી બગડી જાય છે? અજમાવો આ 3 અચૂક ઘરગથ્થુ નુસ્ખા અને રાખો લોટને એકદમ ફ્રેશ